સપોર્ટ / પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને સપોર્ટ આપ્યો, લોકોએ કહ્યું, ‘સાચા નેશનલ જીજુ’

Priyanka Chopra's husband Nick Jonas supports Indian team in Cricket World Cup, fans said true national jiju

divyabhaskar.com

May 25, 2019, 05:24 PM IST

બોલિવૂડ ડેસ્ક: પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ ફરીવાર નેશનલ જીજુ તરીકે ફેમસ થઇ રહ્યો છે. નિક જોનસ આ વખતના ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમને સપોર્ટ કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો તેણે ‘સ્નેપચેટ’ એપ પરના એક પ્રશ્ન-જવાબ (Q & A) સેશન દરમ્યાન કરી હતી. નિકે તે Q & A સેશન તેના ભાઈ કેવિન અને જો જોનસ સાથે કર્યો હતો. એક ફેને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

નિકને એક ફેને સવાલ કર્યો હતો કે, પ્રિયંકાએ તેની ક્રિકેટ સાથે ઓળખાણ કરાવી કે નહીં? અને જો તેણે કરાવી હોય તો 2019ના વર્લ્ડ કપમાં તમે કઈ ટીમને સપોર્ટ કરી રહ્યા છો. આ સવાલનો જવાબ આપતાં નિકે કહ્યું કે, હા, પ્રિયંકાએ મને ક્રિકેટ સાથે ઓળખાણ કરાવી દીધી છે, મોસ્ટલી તેના અંકલ્સે. મને હજુ ક્રિકેટ વિશે એટલી બધી ખબર નથી પડતી પણ છતાં હું ઇન્ડિયાને સપોર્ટ કરીશ. વધુમાં નિકે અને તેના ભાઈ જો જોનસે ઉમેર્યું કે, તેઓ લગ્નમાં ક્રિકેટ રમ્યા હતા. જો જોનસે કહ્યું કે, હું એટલું બધું રમ્યો હતો કે મારા પગમાં ઇજા થઇ ગઈ હતી.

નિકની ઇન્ડિયન ક્રિકેટ ટીમને સપોર્ટ કરવાની વાતને લઈને લોકો ઘણી બધી કમેન્ટ્સ કરી રહ્યા હતા. લોકો નિકને ‘સાચા નેશનલ જીજુ’ તરીકે ગણાવી રહ્યા હતા. નિક અને પ્રિયંકાના લગ્ન 2018માં ડિસેમ્બર મહિનામાં થયા હતા.

X
Priyanka Chopra's husband Nick Jonas supports Indian team in Cricket World Cup, fans said true national jiju
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી