મેરેજ / પ્રિયંકા ચોપરાના જેઠ જો જોનાસે 'ગેમ ઓફ થ્રોન્સ' સ્ટાર સોફી ટર્નર સાથે સિક્રેટલી લગ્ન કર્યાં

Priyanka Chopra's brother in law jo  Jonas Secretly Married to 'Game of Thrones' Star Sophie tuner

divyabhaskar.com

May 02, 2019, 02:35 PM IST

લાસ વેગાસઃ 'ગેમ ઓફ થ્રોન્સ'ની એક્ટ્રેસ સોફી ટર્નર તથા પ્રિયંકા ચોપરાના જેઠ જો જોનાસે પહેલી મેના રોજ સિક્રેટલી લગ્ન કર્યાં હતાં. સોફી તથા જો બુધવારે (પહેલી મે) બિલબોર્ડ્સ મ્યૂઝિક એવોર્ડ્સ માટે અમેરિકાના લાસ વેગાસ ગયા હતાં. અહીંયા લાંબા સમય બાદ જો જોનાસે યાદગાર પર્ફોમન્સ આપ્યું હતું.

ડીજે ડિપ્લોએ શૅર કર્યો વીડિયો
ડીજે ડિપ્લોએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં જો જોનાસ તથા સોફી ટર્નર લાસ વેગાસમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરે છે. સોફીએ વ્હાઈટ ગાઉન પહેર્યું છે તો જો જોનાસ ફોર્મલ ડ્રેસમાં છે. જો જોનાસ તથા સોફીએ લગ્ન પહેલાં મેરેજ લાઈસન્સ પણ લીધું હતું.

Looks like Sophie Turner and Joe Jonas are getting married!! pic.twitter.com/zSW17g5cHC

— Myeisha Essex (@MyeishaEssex) May 2, 2019

JOE JONAS AND SOPHIE TURNER GOT MARRIED IN VEGAS BY AN ELVIS IMPERSONATOR pic.twitter.com/EHLvqti5dP

— Nicole Lopez-Alvar (@nicolelovar) May 2, 2019

2017માં કરી હતી સગાઈઃ
સોફી ટર્નર તથા જો જોનાસે વર્ષ 2016માં ડેટિંગ કરવાની શરૂઆત કરી હતી અને બંનેએ ઓક્ટોબર, 2017માં સગાઈ કરી હતી. ગયા વર્ષે પ્રિયંકા ચોપરા-નિક જોનાસના લગ્નમાં સોફી ટર્નર તથા જો જોનાસ ભારત આવ્યા હતાં.

ફ્રાંસમાં કરશે લગ્નઃ
માનવામાં આવે છે કે જો તથા સોફી ધામધૂમથી ફ્રાંસમાં લગ્ન કરશે. પ્રાઈવેટ સેરેમનીમાં કરેલા લગ્નમાં સોફીની બેસ્ટ ફ્રેન્ડ મેસી વિલિયમ્સ જોવા મળી નહોતી. આ સિવાય કપલના ખાસ મિત્રો પણ નહોતા. જોનાસે થોડાં સમય પહેલાં એક ટોક શોમાં કહ્યું હતું કે તેઓ ફ્રાંસમાં ભવ્ય રીતે લગ્ન કરવાના છે.

X
Priyanka Chopra's brother in law jo  Jonas Secretly Married to 'Game of Thrones' Star Sophie tuner
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી