ન્યૂ ફિલ્મ / ઓસ્કર એવોર્ડ વિજેતા પ્રોડ્યૂસર ગુનીત મોન્ગા સાન્યા મલ્હોત્રા સાથે ફિલ્મ બનાવશે

Oscar award-winning producer Guneet Monga will make a film with Sanya Malhotra

  • ગુનીત મોન્ગા ઓસ્કર એવોર્ડ વિજેતા શોર્ટ ડોક્યુમેન્ટરી 'પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ'નાં પ્રોડ્યૂસર
  • ગુનીત સાન્યા મલ્હોત્રા સાથે હિન્દી ફિલ્મ બનાવશે 
  • ફિલ્મમાં એક નાના ગામની છોકરીની કમિંગ ઓફ એજ સ્ટોરી

divyabhaskar.com

May 04, 2019, 05:32 PM IST

બોલિવૂડ ડેસ્ક: ઓસ્કર એવોર્ડ વિજેતા શોર્ટ ડોક્યુમેન્ટરી 'પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ'નાં પ્રોડ્યૂસર ગુનીત મોન્ગા હિન્દી ફિલ્મ બનાવશે. આ ફિલ્મમાં 'દંગલ' ફેમ સાન્યા મલ્હોત્રા હશે. ગુનીતે અમેરિકન સેન્ટરમાં 'નેટફ્લિક્સ' દ્વારા યોજાયેલા 'પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ'ના સ્ક્રીનિંગ દરમ્યાન જણાવ્યું હતું કે, 'અમે એક હિન્દી ફિલ્મ કરી રહ્યા છીએ. આ સ્ટોરી એક નાના ગામની છોકરીની છે. હું ટેલેન્ડટેડ સાન્યા સાથે કામ કરવા આતુર છું.'

ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી કમિંગ ઓફ એજ એટલે કે અણસમજુમાંથી સમજુ થતી છોકરીની છે. સાન્યા અને ગુનીત વચ્ચેનું કોમન ફેક્ટર દિલ્હી છે. સાન્યા મલ્હોત્રાએ 'દંગલ', 'પટાખા', 'બધાઈ હો' અને 'ફોટોગ્રાફ' જેવી ફિલ્મોથી તેની એક્ટિંગ સ્કિલ સાબિત કરી દીધી છે.

'શિખ્યા એન્ટરટેઈનમેન્ટ'ની લીડર ગુનીત મોન્ગા રિજનલ સિનેમામાં પણ પગ પેસારો કરવા માગે છે. તે ઓલરેડી તમિળ ફિલ્મ 'સૂરારૈ પોત્રુ' (Soorarai Pottru) સાથે જોડાઈ ચૂકી છે. તે મલયાલમ અને ગુજરાતી ફિલ્મો પણ બનાવવા માગે છે.

X
Oscar award-winning producer Guneet Monga will make a film with Sanya Malhotra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી