સોંગ / સલમાન ખાનની 'ભારત'નું નવું ગીત 'તુરપેયા..' રિલીઝ, ગીતમાં નોરા ફતેહી જોવા મળી

Nora Fatehi was also seen in the song, 'Turpeya ..', the new song of 'Bharat'

divyabhaskar.com

May 22, 2019, 04:17 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું નવું ગીત 'મૈં તુરપેયા' રિલીઝ થઈ ગયું છે. આ ગીત સલમાન ખાને સોશિયલ મીડિયામાં શૅર કર્યું છે. આ ગીત શૅર કરીને સલમાન ખાને કેપ્શન આપ્યું છે, 'મૈં તુરપેયા ઘર સે દૂર...' આ ગીતને સોશિયલ મીડિયામાં સારો રિસ્પોન્સ મળ્યો છે અને ચાહકોએ ગીતને ચાર્ટબસ્ટર ગણાવ્યું છે.

ગીતમાં કેટરિના-સલમાન જોવા મળ્યાં
આ ગીતને સુખવિંદર સિંહ તથા વિશાલ-શેખરે ગાયું છે. લિરિક્સ ઈર્શાદ કામિલના છે. ગીતમાં નોરા ફતેહીનો અદ્દભૂત ડાન્સ જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયામાં હિટ
આ ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સને ઘણું જ પસંદ આવ્યું છે. એક યુઝરે લખ્યું હતું, મસ્ત ગીત. યુઝર્સે ફિલ્મને પણ બ્લોકબસ્ટર ગણાવી છે.

ચોથું ગીત
આ પહેલાં ફિલ્મના ત્રણ ગીત રિલીઝ થયા છે. પહેલું ગીત 'સ્લો મોશન' દિશા પટની સાથે તથા બીજું ગીત 'ચાશની' કેટરીના કૈફ સાથે છે. જ્યારે ત્રીજું ગીત 'એથે આ' છે. આ ગીતમાં કેટરીના તથા સલમાન ખાનની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળે છે. આ ત્રણેય ગીત ચાહકોને પસંદ આવ્યા છે. પાંચ જૂનના રોજ રિલીઝ થતી આ ફિલ્મમાં નોરા ફતેહી, સુનિલ ગ્રોવર, જેકી શ્રોફ છે. ફિલ્મમાં સલમાન ખાન 18થી 70 વર્ષ સુધીની વ્યક્તિનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં સલમાનનું નામ ભારત હોય છે. 'ભારત' ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર અલી અબ્બાસ ઝફર છે. 'ભારત' કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની હિંદી રિમેક છે.

X
Nora Fatehi was also seen in the song, 'Turpeya ..', the new song of 'Bharat'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી