કમબેક / મિથુન ચક્રવર્તી પીઠના દુખાવાની સારવાર કરાવીને પરત ફર્યા, 'સુપર ડાન્સર' શોમાં જોવા મળ્યા

Mithun Chakraborty returned with treatment for back pain, 'Super Dancer' appeared on the show

divyabhaskar.com

May 14, 2019, 05:37 PM IST

મુંબઈઃ પીઠ દર્દની થેરપી માટે કેરળ ગયેલા બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી મુંબઈ પરત આવી ગયા છે. સોમવાર (13 મે)ના રોજ મિથુનદા ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 3'ના સ્પેશિયલ એપિસોડના શૂટિંગમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવ્યા હતાં. અહીંયા મિથુનદાએ કહ્યું હતું કે તેમણે પોતાના 64 ગીતોની બીટ્સને એક જ ટેકમાં રેકોર્ડ કરી હતી. આમાં 'આઈ એમ અ ડિસ્કો ડાન્સર...', 'યાદ આ રહી હૈં...' તથા 'એ ઓ આ જરા મૂડકે..' જેવા ગીતો સામેલ હતાં. શિલ્પા શેટ્ટીએ મિથુનદા સાથેની એક તસવીર પણ ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી.

With the Iconic #legendary #discodancer #mithunchakraborty . He started the #disco trend in #Bollywood . He was the first actor to enjoy unprecedented international stardom back in his day (in some countries even today) .. #Discodancer was one of my fav films. Had only 3 Video cassettes while growing up , Disco Dancer being the first (Tezaab and Chaalbaaz the other two) Some incredible moments happen on the sets of #superdancerchapter3 .. again to share stage with #Mithunda made me so nostalgic and emotional. He made us laugh, cry and YES... DANCE! 😇Grand Salute to u Sir.. 🙌🏼👏You have a heart of Gold! A must watch episode guys ♥️🧿🕺👌🎉🤩 #disco #legend #actor #Judgemode #discovibe #nostalgic #icon #sonytv #memories #dance #style

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

મિથુન ચક્રવર્તી ડિસ્કો કિંગના નામથી લોકપ્રિય
1982માં આવેલી મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' રશિયામાં ભારતની સૌથી મોટી હિટ ફિલ્મ માનવામાં આવે છે. આ શોમાં મિથુન ચક્રવર્તીએ કહ્યું હતું, 'રશિયા, ફ્રાંસ, ઈજિપ્ત, તુર્કી તથા અલ્જિરિયા જેવા દેશોમાં મને ડિસ્કો કિંગ તરીકે ઓળખવામાં આવે છે.' શોમાં જજ શિલ્પા શેટ્ટીએ એક કિસ્સો શૅર કરતાં કહ્યું હતું કે જ્યારે તે યુક્રેનમાં વેકેશન મનાવી રહી હતી ત્યારે ત્યાંના સ્થાનિક વ્યક્તિએ તેને કહ્યું હતું કે તે 'જિમ્મી જિમ્મી'નો ઘણો જ મોટો ફેન છે. ઉલ્લેખનીય છે કે ડિસ્કો ડાન્સર'માં 'જિમ્મી જિમ્મી...' એક સોંગ હતું.

દીકરાએ મિથુનની હેલ્થ અપડેટ વિશે માહિતી આપી હતી
એપ્રિલમાં જ્યારે મિથુન ચક્રવર્તી પોતાની ફિલ્મ 'ધ તાશ્કંદ ફાઈલ્સ'ના પ્રમોશનમાં જોવા ના મળ્યાં ત્યારે ચર્ચા થતી હતી કે તેમને કોઈ ગંભીર બીમારી છે. તે સમયે તેમના દીકરા નમાશીએ કહ્યું હતું કે જ્યારે પણ પિતા લોસ એન્જલ્સ જાય ત્યારે લોકો બીમારીની વાતો કરવા લાગે છે. હાલમાં તેઓ કેરળમાં પીઠ દર્દની થેરપી લઈ રહ્યાં છે અને ટૂંક સમયમાં મુંબઈ પરત ફરશે. તેમને 90 ટકા સારું થઈ ગયું છે અને કામ પર પરત ફરવાની રાહ જોઈ રહ્યાં છે.

'લક'ના શૂટિંગ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી
2009માં રિલીઝ થયેલી ફિલ્મ 'લક'ના શૂટિંગ દરમિયાન મિથુનદાને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. 2018માં એવી ચર્ચા હતી કે દુખાવો વધી જતા સારવાર માટે મિથુનદા લોસ એન્જલ્સ ગયા છે. આ પહેલાં 2016માં પણ મિથુન ચક્રવર્તી પીઠના દુખાવાની સમસ્યાથી પીડાતા હતાં.

X
Mithun Chakraborty returned with treatment for back pain, 'Super Dancer' appeared on the show
Mithun Chakraborty returned with treatment for back pain, 'Super Dancer' appeared on the show
Mithun Chakraborty returned with treatment for back pain, 'Super Dancer' appeared on the show
Mithun Chakraborty returned with treatment for back pain, 'Super Dancer' appeared on the show
Mithun Chakraborty returned with treatment for back pain, 'Super Dancer' appeared on the show
Mithun Chakraborty returned with treatment for back pain, 'Super Dancer' appeared on the show

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી