શૂટિંગ / કરીના કપૂર 15 મેથી 'અંગ્રેજી મીડિયમ'નું શૂટિંગ મુંબઈમાં શરૂ કરશે, પહેલીવાર પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરશે

Kareena Kapoor Khan to begin shooting of Angrezi Medium from May 15 in Mumbai

  • ફિલ્મમાં કરીના કપૂર અને ઈરફાન ખાનની રોમેન્ટિક જોડી નથી
  • ફિલ્મના નરેશનમાં કરીનાનો મહત્તવનો રોલ
  • સ્ટાર કાસ્ટમાં ઈરફાન ખાન, રાધિકા મદાન, પંકજ ત્રિપાઠી સામેલ 

divyabhaskar.com

May 04, 2019, 04:06 PM IST

બોલિવૂડ ડેસ્ક: ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ 'હિન્દી મીડિયમ'ની સિક્વલ 'અંગ્રેજી મીડિયમ'નું પહેલા ભાગનું શૂટિંગ ઉદયપુરમાં પૂરું થઈ ગયું છે. હવે ટીમ મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે જ્યાં કરીના કપૂર પણ ટીમને 15 મેથી જોઈન કરશે. આ ફિલ્મમાં કરીના કપૂર પહેલીવાર પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરશે. કરીના કપૂર મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ એકાદ અઠવાડિયા સુધી કરશે. ત્યારબાદ જૂન મહીનામાં લંડનમાં ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ શરૂ થશે.

તૈયારી
કરીના કપૂર પહેલીવાર પોલીસ ઓફિસરનો રોલ કરવાની છે માટે તેણે ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ની તૈયારી શરૂ કરી દીધી છે. તે તેનાં કેરેક્ટર માટે ડિરેક્ટર હોમી અડાજણીયા સાથે ડિસક્સ કરી રહી છે. ફિલ્મમાં કરીના કપૂર અને ઈરફાન ખાનની રોમેન્ટિક જોડી નથી. પરંતુ ફિલ્મના નરેશનમાં તેનો મહત્તવનો રોલ હશે.

સ્ટાર કાસ્ટ
ફિલ્મમાં ઈરફાન ખાન લીડ રોલમાં છે. ફિલ્મમાં તે 'ચંપક'ના કેરેક્ટરમાં હશે. રાધિકા મદાન ઈરફાનની દીકરીના રોલમાં હશે. કરીના કપૂર પહેલીવાર ઈરફાન ખાન સાથે કામ કરશે. ફિલ્મમાં કરીનાનો રોલ નાનો છે. પંકજ ત્રિપાઠી ફિલ્મમાં ઈરફાનના મિત્રના રોલમાં દેખાશે. ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

X
Kareena Kapoor Khan to begin shooting of Angrezi Medium from May 15 in Mumbai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી