શૂટિંગ / કંગના રનૌતે 'પંગા' ફિલ્મ માટે વજન વધાર્યું, મુંબઈમાં ફિલ્મના બાકી ભાગનું શૂટિંગ શરૂ કર્યું

Kangana's Ranaut increased the weight for 'Panga', started shooting for the remaining part of the film in Mumbai

divyabhaskar.com

May 04, 2019, 09:04 AM IST

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર અશ્વિની ઐયરની ફિલ્મ 'પંગા'નું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું છે. આ ફિલ્મમાં કંગના રનૌત કબડ્ડી પ્લેયરનો રોલ નિભાવી રહી છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ દિલ્હી, કોલકત્તા અને ભોપાલમાં પૂરું થઇ ગયું છે. બાકીના ભાગનું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું છે. આ શૂટિંગ 15 દિવસનું હશે.

રોલને ન્યાય
કંગનાએ જણાવ્યું હતું કે, આ રોલ માટે તેને વજન વધાર્યું છે. એથ્લેટિકના રોલને ન્યાય આપવા માટે ખાસ સાથળ આસપાસ વજન વધાર્યું છે. તેણે એવું પણ જણાવ્યું હતું કે, અશ્વિની તેના પ્રોગેસથી ખુશ છે.

પંગા ફિલ્મ
ફિલ્મની સ્ટોરી કબડ્ડીની આસપાસ ફરે છે સાથે સાથે તેમાં પારિવારિક મૂલ્યો, સંબંધોને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ ફિલ્મમાં જેસી ગિલ, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. પંગા ફિલ્મ 24 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થવાની છે.

X
Kangana's Ranaut increased the weight for 'Panga', started shooting for the remaining part of the film in Mumbai
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી