ફિટનેસ / કંગના રનૌતે કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે 10 દિવસમાં પાંચ કિલો જેટલું વજન ઘટાડ્યું

divyabhaskar.com

May 16, 2019, 05:21 PM IST
Kangana Ranaut reduced weight of 5 kg for the Cannes Film Festival in 10 days

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બીજીવાર ભાગ લેશે. કંગનાએ પોતાના લુકને પર્ફેક્ટ બનાવવા માટે 10 દિવસની અંદર પાંચ કિલો જેટલું વજન ઘટાડ્યું છે.

ફિટનેસ ટ્રેનરે કર્યો સ્વીકાર
કંગનાના ફિટનેસ ટ્રેનર યોગેશ ભટેજાએ કહ્યું હતું કે એક્ટ્રેસે 10 દિવસની અંદર પાંચ કિલો વજન ઓછું કર્યું છે. યોગેશે આગળ કહ્યું હતું 'કંગનાને ફિલ્મ 'પંગા' માટે વજન વધારવાનું હતું અને તેથી જ તેના ડાયટમાં હાઈ-કેલેરીવાળી વસ્તુઓ સામેલ કરવામાં આવી હતી. કંગના 10-11 કલાક શૂટિંગ કર્યાં બાદ દિવસમાં બેવાર વર્કઆઉટ કરતી હતી. ત્યારે તે નિયત સમયમાં વજન ઓછું કરી શકી હતી. ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર અશ્વિની ઐય્યર તિવારીની 'પંગા'માં કંગનાએ કબડ્ડી પ્લેયરનો રોલ પ્લે કર્યો છે.

કંગનાએ કહ્યું, રેડ કાર્પેટની ચિંતા નથી કરતી
કંગનાએ કહ્યું હતું કે રેડ કાર્પેટ માટે તે મહિનાઓથી તૈયારી કરતી નથી. તે માત્ર એક અઠવાડિયામાં જ બધું તૈયાર કરી લે છે. તે 'પંગા'માં વ્યસ્ત હતી અને આ ફિલ્મ માટે વજન વધારવું જરૂરી હતી. ટ્રાયલ દરમિયાન તેને ખ્યાલ આવ્યો કે તેણે થોડું વજન ઉતારવું પડશે.

કંગના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સાડી પહેરેશે
17-18 મે દરમિયાન કંગના રનૌત કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળશે. આ દરમિયાન કંગના ફેશન ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પીકોકની ડિઝાઈનર સાડી પહેરશે. આ સિવાય તે વોડકા બ્રાન્ડ 'Grey Goose' રિપ્રેઝેન્ટ કરશે.

કંગનાની આગામી ફિલ્મ્સ
'પંગા' સિવાય કંગાનાની ફિલ્મ 'મેન્ટલ હૈં ક્યા' 26 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય કંગના તમિલનાડુના સ્વ. મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકમાં લીડ રોલ પ્લે કરશે.

X
Kangana Ranaut reduced weight of 5 kg for the Cannes Film Festival in 10 days
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી