પોલિટિક્સ / કમલ હસનના હિન્દુ આતંકવાદી સ્ટેટમેન્ટ પર વિવેક ઓબેરોયે કહ્યું, ‘દેશના ભાગલા ન પાડો’

divyabhaskar.com

May 15, 2019, 07:31 PM IST
Kamal Haasan's Hindu terror statement, Vivek Oberoi said,

બોલિવૂડ ડેસ્ક: એક્ટર અને પોલિટિકલ લીડર કમલ હસને 12 તારીખે તમિલનાડુના અર્વાકુરિચીમાં ઈલેક્શન કેમ્પેઈન દરમ્યાન વિવદાસ્પદ નિવેદન આપ્યું હતું. મક્કલ નીતિ મય્યમ પાર્ટીના સ્થાપક કમલ હસને કહ્યું હતું કે, ‘આઝાદ ભારતનો પહેલો આતંકવાદી ગાંધીજીનો હત્યારો નથુરામ ગોડસે હતો, જે એક હિન્દુ હતો.’ કમલના આ સ્ટેટમેન્ટને લઈને વિવેક ઓબેરોયે તેમને કહ્યું કે, ‘દેશના ભાગલા ન પાડો. જેવી રીતે આર્ટનો કોઈ ધર્મ નથી તેમ આતંકવાદનો પણ કોઈ ધર્મ નથી.’

વિવેકે ટ્વિટર પર કમલ હસનને ટેગ કરીને લખ્યું કે, ‘ડિઅર કમલ સર, તમે એક ગ્રેટ આર્ટિસ્ટ છો. જેવી રીતે કલાનો કોઈ ધર્મ નથી તેમ જ આતંકવાદનો પણ કોઈ ધર્મ નથી. તમે એવું કહી શકો છો કે ગોડસે આતંકવાદી હતા પરંતુ તમે ‘‘હિન્દુ’’ શું કામ સ્પેસિફાય કર્યું. તમે મુસ્લિમ લોકોના વિસ્તારમાં મત માગવા માટે ગયા હતા એટલે? પ્લીઝ સર, નાના કલાકારથી લઈને મહાન કલાકાર સુધી, ચાલો આપણે દેશના ભાગલા ન પાડીએ. આપણે એક છીએ. જય હિન્દ.’ મોદીની બાયોપિકમાં મોદીનો રોલ ભજવનાર એકટર વિવેક ઓબેરોયે અમદાવાદમાં બીજેપી પાર્ટી માટે પણ કેમ્પઇનિંગ કર્યું હતું.

કમલ હસનના આ સ્ટેટમેન્ટ બાદ 14 તારીખે તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે. મક્કલ નીતિ મય્યમ પાર્ટીએ અગાઉ એવું જણાવ્યું હતું કે, કમલનું સ્ટેમેન્ટ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ હતું.

X
Kamal Haasan's Hindu terror statement, Vivek Oberoi said,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી