• Home
  • Bollywood
  • TV
  • ishqbaa' Fame nakuul mehta asked for two lakh rupees per episode for the remake of 'Sanjivani'?

ડિમાન્ડ / 'ઈશ્કબાઝ' ફૅમ નકુલ મહેતાએ ટીવી સિરિયલ 'સંજીવની'ની રીમેક માટે પ્રતિ એપિસોડ બે લાખ રૂપિયા માગ્યા?

divyabhaskar.com

May 16, 2019, 04:26 PM IST
ishqbaa' Fame nakuul mehta asked for two lakh rupees per episode for the remake of 'Sanjivani'?

મુંબઈઃ લોકપ્રિય ટીવી સિરિયલ 'સંજીવની'ની રીમેક બનવાની છે. જેમાં એક્ટર્સ સુરભી ચાંદના, મોહનીશ બહલ તથા ગુરદીપ કોહલી મહત્ત્વના રોલમાં જોવા મળશે. ચર્ચા છે કે લીડ એક્ટર તરીકે શો-મેકર્સ 'ઈશ્કબાઝ' ફૅમ નકુલ મહેતાને લેવા ઈચ્છે છે. નકુલ પણ આ શોમાં કામ કરવા માગે છે પરંતુ નકુલે પૈસા વધારે માગ્યા છે.

નકુલ પૈસામાં સમાધાન કરવા તૈયાર નથી
સૂત્રોના મતે, નકુલે એક એપિસોડના બે લાખ રૂપિયા માગ્યા છે, જે મેકર્સ આપી શકે તેમ નથી. નકુલ પણ આ શોમાં કામ કરવા ઈચ્છે છે. નકુલને ખ્યાલ છે કે આ શોની પહેલી સિઝન દર્શકોમાં ઘણી જ લોકપ્રિય થઈ હતી અને જો તે આ રીમેકમાં કામ કરશે તો તેની લોકપ્રિયતામાં વધારો થશે. જોકે, નકુલ પૈસાને લઈ સહેજ પણ સમાધાન કરવા તૈયાર નથી. તેણે એક એપિસોડ દીઠ 2 લાખ રૂપિયાની ડિમાન્ડ છે. ડેઈલી સોપ માટે મેકર્સ પ્રતિ એપિસોડ માટે 2 લાખ રૂપિયા આપી શકે નહીં. હવે, મેકર્સ નકુલને બદલે અન્ય કલાકારની શોધ ચલાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે નકુલ મહેતા બોલરૂમ ડાન્સર છે અને તેણે 2012માં ટીવી સિરિયલ 'પ્યાર કા દર્દ હૈં મીઠા મીઠા પ્યારા પ્યારા'થી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. નકુલે જાહેરાતો તથા મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. નકુલ મહેતાએ 2012માં ગર્લફ્રેન્ડ જાનકી પારેખ સાથે લગ્ન કર્યાં હતાં. બંને લગ્ન પહેલાં એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કરતાં હતાં.

નકુલ-સુરભીની જોડી હિટ હતી
'ઈશ્કબાઝ'માં નકુલ તથા સુરભી ચાંદનાની જોડી હિટ રહી હતી. બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. આથી જ મેકર્સ 'સંજીવની 2' માટે આ જોડીને લેવા માંગતા હતાં. મોહનીશ બહલે ડૉ. શશાંક ગુપ્તા તથા ગુરદીપ કોહલીએ ડૉ. જૂહીનો રોલ 'સંજીવની'ની પહેલી સિઝનમાં કર્યો હતો. ચર્ચા છે કે જુલાઈના ફર્સ્ટ વીકમાં આ સિરિયલ શરૂ થશે.

X
ishqbaa' Fame nakuul mehta asked for two lakh rupees per episode for the remake of 'Sanjivani'?
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી