વેલકમ બેક / ડિલિવરીના ચાર મહિના બાદ 'ભાભીજી ઘર પર હૈં' શોમાં સૌમ્યા ટંડન પરત ફરી, કો-સ્ટાર્સે ગીત ગાઈને સ્વાગત કર્યું

Gauri Mem returned on a set of 'Bhabhiji ...' after four-month break, co-stars greeted saumya tandonby singing a song

divyabhaskar.com

May 14, 2019, 04:46 PM IST

મુંબઈઃ કોમેડી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં'ની ગૌરી મેમ એટલે કે ટીવી એક્ટ્રેસ સૌમ્યા ટંડન મેટરનિટી બ્રેક બાદ 13 મેના રોજ સિરિયલમાં પરત ફરી છે. સેટ પર જઈને સૌમ્યાએ ઈન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું અને ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. શોના કો-સ્ટાર્સે ગીત ગાઈને સૌમ્યાનું સ્વાગત કર્યું હતું.

ચાર મહિના પહેલાં બ્રેક લીધો હતો
સૌમ્યાએ ચાર મહિના પહેલાં બ્રેક લીધો હતો. જોકે, થોડાં સમય પહેલાં જ એક્ટર આસિફ શેખે કન્ફર્મ કર્યું હતું કે સૌમ્યા ટૂંક સમયમાં જ શોમાં કમબેક કરવાની છે. સૌમ્યાએ જે એપિસોડ શૂટ કર્યો તે આવતા અઠવાડિયે ટેલિકાસ્ટ થશે.

જાન્યુઆરીમાં દીકરાનો જન્મ
સૌમ્યાએ 14 જાન્યુઆરીના રોજ દીકરા મિરાનને જન્મ આપ્યો હતો. પોસ્ટ પ્રેગ્નન્સી બાદ સૌમ્યાએ યોગની મદદથી વધારાનું વજન ઉતાર્યું હતું. 2016માં સૌમ્યાએ બેંકર સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યાં હતાં. નોંધનીય છે કે સૌમ્યા 10 વર્ષથી સૌરભને ડેટ કરતી હતી. તે સૌરભને પોતાનો દોસ્ત અને ગાઇડ માને છે. કોલેજના દિવસોમાં જ આ બંને એકબીજાની નજીક આવ્યા હતાં અને બંને લીવ-ઈનમાં રહેતા હતાં. સૌમ્યાનો પહેલો ટીવી શો 2006માં 'એસા દેશ હૈ મેરા' હતો. આ પછી તે સિરિયલ 'મેરી આવાઝ કો મિલ ગઇ રોશની'માં એક્ટિંગ કરતી જોવા મળી હતી. સૌમ્યા હોસ્ટ તરીકે શાહરૂખ ખાન સાથે રિયાલિટી શો 'જોર કા ઝટકા'માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત સૌમ્યા 'કોમેડી સર્કસ કે તાનસેન','મલ્લિકા-એ-કિચન ઓન એર' (સિઝન 2, 3, 4) અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' (સિઝન 1, 2, 3) જેવા શો હોસ્ટ કરી ચૂકી છે. 2007માં સૌમ્યાએ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે ગીત (કરિના કપૂર)ની બહેનનો રોલ કર્યો હતો.

X
Gauri Mem returned on a set of 'Bhabhiji ...' after four-month break, co-stars greeted saumya tandonby singing a song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી