સ્ટેચ્યૂ / શાહિદ કપૂરના પહેલા વેક્સ સ્ટેચ્યૂનું મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ

divyabhaskar.com

May 16, 2019, 12:23 PM IST
First Wax Statue in Shahid Kapoor's Madame Tussauds Museum
First Wax Statue in Shahid Kapoor's Madame Tussauds Museum
First Wax Statue in Shahid Kapoor's Madame Tussauds Museum

બોલિવૂડ ડેસ્ક: મેડમ તુસાદ મ્યુઝિયમમાં હવે વધુ એક ભારતીય સ્ટારનું વેક્સ સ્ટેચ્યૂ સામેલ થઈ ગયું છે. શાહિદ કપૂરના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરવામાં આવ્યું. શાહિદ કપૂરનું આ પહેલું વેક્સ સ્ટેચ્યૂ છે. શાહિદે વેક્સ સ્ટેચ્યૂની માહિતી 9 મેએ તેના ટ્વિટર પર આપી હતી જ્યારે વેક્સ સ્ટેચ્યૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે, ‘ટ્વિનિંગ’. શાહિદે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું જેમાં ‘કમીને’ ફિલ્મના સોન્ગ બાદ વેક્સ સ્ટેચ્યૂ જાહેર કરાયું.

#twinning

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

થોડા સમય પહેલાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં કરણ જોહર, દીપિકા, મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને દિલજિત દોસાંજના વેક્સ સ્ટેચ્યૂ મુકાયાં હતાં. દિલજિત દોસાંજનું દિલ્હીનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્ટેચ્યૂ મૂકાયું હતું. પાઘડીવાળું વેક્સ ફિગર ધરાવનારોપહેલો સ્ટાર દિલજિત છે. મહેશ બાબુનું વેક્સ ફિગર સિંગાપોરનાં મ્યુઝિયમમાં છે. જ્યારે દીપિકાનું સ્ટેચ્યૂ લંડનનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાયું હતું. દીપિકાએ તેનાં વેક્સ ફિગરનું અનાવરણ લંડન જઈને કર્યું હતું પરંતુ મહેશ બાબુનું સ્ટેચ્યૂ ખાસ સિંગાપોરથી હૈદરાબાદ લવાયું હતું.

X
First Wax Statue in Shahid Kapoor's Madame Tussauds Museum
First Wax Statue in Shahid Kapoor's Madame Tussauds Museum
First Wax Statue in Shahid Kapoor's Madame Tussauds Museum
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી