ફિલ્મ રિવ્યૂ / સ્ટૂડન્ટ ઓફ ધ યર 2: ટાઈગર શ્રોફની એક્ટિંગ સારી પણ વાર્તામાં દમ નથી

divyabhaskar.com

May 10, 2019, 02:12 PM IST
Film Review: Student of the Year 2
ફિલ્મ રિવ્યૂ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2
રેટિંગ 3/5
સ્ટાર કાસ્ટ ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે, તારા સુતરિયા
ડિરેક્ટર પુનિત મલ્હોત્રા
પ્રોડ્યૂસર ધર્મા પ્રોડક્શન, ફોક્સ સ્ટાર
સંગીત વિશાલ-શેખર
જોનર ટીન ડ્રામા

'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2' કરન જોહરની કેમ્પસ લવસ્ટોરી છે. આ ફિલ્મને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. 2012માં કરન જોહરે 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'ને ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મથી વરુણ ધવન, આલિયા ભટ્ટ તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યૂ કર્યું હતું. 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'માં લીડ રોલમાં સ્ટાર કિડ્સ ટાઈગર શ્રોફ-અનન્યા પાંડે તથા ન્યૂ કમર તારા સુતરિયા છે.

વાર્તા
ફિલ્મમાં ટાઈગર શ્રોફે રોહનનું પાત્ર ભજવ્યું છે. જે એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે અને સામાન્ય કોલેજમાં ભણે છે. જ્યારે રોહનની મિત્ર તથા નાનપણની પ્રેમિકા મૃદુલા (તારા સુતરિયા) શહેરની પોશ કોલેજ સેન્ટ ટેરેસામાં એડમિશન લે છે. રોહન પણ સ્કોલરશીપની મદદથી આ જ કોલેજમાં એડમિશન લે છે. અહીંયા રોહનની મુલાકાત શ્રેયા (અનન્યા પાંડે) તથા માનવ (આદિત્ય સીલ) સાથે થાય છે. ફિલ્મમાં ત્યારે ટ્વિસ્ટ આવે છે જ્યારે રોહનને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવે છે અને તેને ખ્યાલ આવે છે કે કોણ સાચો મિત્ર છે અને કોણ દુશ્મન. 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'ની જેમ જ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'માં પણ સ્ટૂડન્ટ્સનો ઉદ્દેશ સ્ટૂડન્ટ ઓફ ધ યરની ટ્રોફી લેવાનો હોય છે.

વીક પોઈન્ટ
ફિલ્મનો સૌથી માઈન્સ પોઈન્ટ પ્રિડિક્ટેબલ સ્ટોરી લાઈન છે. ફિલ્મની શરૂઆતના બે-ત્રણ સીન બાદ જ સહજતાથી ખ્યાલ આવી જાય છે કે આગળ શું થવાનું છે અને ફિલ્મ કેવી રીતે પૂરી થશે. ફિલ્મની વાર્તા તથા તેનું એક્સિક્યૂશનમાં ઓરિજનાલિટીની ઉણપ જોવા મળે છે. આ ફિલ્મ જોયા બાદ એમ જ લાગે છે કે માત્ર પાત્રો બદલાયા છે અને બાકી બધું પહેલાં જેવું છે. સેન્ટ ટેરેસા કોલેજમાં વિદ્યાર્થીઓ ક્લાસની અંદર ઓછા અને બહાર ડાન્સ કરતાં વધુ જોવા મળે છે. જ્યાં અભ્યાસ ઓછો અને ઝઘડાઓ વધારે થાય છે. ટીચર્સ, કોચ (ગુલ પનાગ) તથા પ્રિન્સિપાલ (સમીર સોની)ને કોમિક કેરેક્ટર્સ તરીકે બતાવવામાં આવ્યા હોય તો શરૂઆતથી જ સ્પષ્ટ થઈ જાય છે કે કોલેજ તો માત્ર બહાનું છે. ડિરેક્ટરને વાર્તા કરતાં પોતાના હિરોની ડાન્સિંગ તથા ફાઈટિંગ ટેલેન્ટ બતાવવામાં વધુ રસ છે.

પર્ફોમન્સ
ટાઈગર શ્રોફની સ્ક્રીન પ્રેઝેન્સ સામાન્ય રીતે કમાલની રહી છે. ડિરેક્ટરે ફિલ્મમાં ટાઈગરને નચાવ્યો છે, દોડાવ્યો છે, ફાઈટ કરાવી છે અને તેના સિક્સ પેક એબ વારંવાર બતાવ્યા છે. રોહનનું કેરેક્ટર સારું છે અને ટાઈગર શ્રોફે ઘણી જ સારી રીતે આ પાત્ર ભજવ્યું પણ છે. સ્ટાર કિડ અનન્યા પાંડે ઈમ્પ્રેસ કરે છે અને તેની એક્ટિંગ નેચરલ લાગે છે. તારા સુતરિયાનું પર્ફોમન્સ નિરાશાજનક છે. તારાએ બોલિવૂડમાં વધુ કામ કરવું હશે તો તેણે પોતાની એક્ટિંગ તથા બૉડી લેંગ્વેજ પર કામ કરવાની જરૂર છે. ફિલ્મના અન્ય કલાકારો મનોજ પાહવા, માનસી જોષી રોય, આયેશા રાજા વગેરે સારા છે પરંતુ ડિરેક્ટરે લીડ કેરેકેટર્સ પર જ વધુ ફોકસ કર્યું હોવાથી અન્ય કલાકારોને વધુ કામ કરવાની તક મળી નથી.

સંગીત
ફિલ્મનું સંગીત નબળું છે. 'સ્ટૂડન્ટ ઓફ ધ યર'નું સંગીત હિટ રહ્યું હતું. આ ફિલ્મના સંગીતમાં એ દમ નથી. બંને ફિલ્મનું સંગીત વિશાલ-શેખરે જ આપ્યું હતું.

જોવી કે નહીં
આ ફિલ્મ ટીનેજર્સને પસંદ આવી શકે છે પરંતુ ઓવરઓલ ફિલ્મ નિરાશાજનક છે. આ ફિલ્મ જો તમે ટાઈગર શ્રોફના ફૅન હોવ તો જ જોવી જોઈએ. ફિલ્મમાં તેની મહેનત સ્પષ્ટ દેખાઈ આવે છે.

X
Film Review: Student of the Year 2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી