મૂવી રિવ્યૂ / ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડઃ અર્જુન કપૂર કેરેક્ટર રોલમાં જામતો નથી

film review of India's Most Wanted
X
film review of India's Most Wanted

divyabhaskar.com

May 24, 2019, 04:54 PM IST

મુંબઈઃ ડિરેક્ટર રાજકુમાર ગુપ્તા ગયા વર્ષે અજય દેવગનને લઈ 'રેડ' લાવ્યા હતાં, જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ વર્ષે અર્જુન કપૂરને લઈ 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' લઈને આવ્યા છે. જોકે, આ ફિલ્મમાં અર્જુન કપૂરે પોતાના કેરેક્ટર માટે સહેજ પણ મહેનત ના કરી હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે.

ફિલ્મ રિવ્યૂ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ
રેટિંગ 3/5
સ્ટાર-કાસ્ટ અર્જુન કપૂર, સુદેવ નાયર, જીતેન્દ્ર શાસ્ત્રી, પ્રિયંકા રાવ, રાજેશ શર્મા, શાંતિલાલ મુખર્જી
ડિરેક્ટર રાજકુમાર ગુપ્તા
પ્રોડ્યૂસર રાજકુમાર ગુપ્તા, ફોક્સ સ્ટાર ઈન્ડિયા
સંગીત અમિત ત્રિવેદી
જોનર એક્શન થ્રિલર

 

ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ

1. કેવી છે ફિલ્મની વાર્તા?

'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'ની વાર્તા પાંચ સાહસિક ઈન્ટેલિજન્ટ ઓફિસર્સની છે, જે હથિયાર વગર જ ખતરનાક આતંકવાદીને પકડવાનું મિશન બનાવે છે. આ ટીમનો લીડર પ્રભાત (અર્જુન કપૂર) છે. પ્રભાતને એ માહિતી મળે છે કે આતંકવાદી યુસુફ, જેણે ભારતના અનેક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરીને આતંક ફેલાવ્યો હતો તે નેપાળમાં છે. પ્રભાત તથા તેના ચાર સાથીઓને આ મિશન માટે નેપાળ જવાની પરવાનગી મળતી નથી. જોકે, પ્રભાતને વિશ્વાસ છે કે તે યુસુફને પકડી શકે છે. તેનો વિશ્વાસ જોઈને પ્રભાતનો સીનિયર (રાજેશ સિંહ) તેની ટીમને સીક્રેટલી નેપાળ જવાની પરવાનગી આપે છે. નેપાળ જઈને પ્રભાત તથા તેની ટીમ બાતમીદારની મદદથી યુસુફ સુધી પહોંચી તો જાય છે પરંતુ તેમની પાસે તેને પકડવા માટે માત્ર ચાર દિવસનો સમય હોય છે.

2. ડિરેક્ટરે કેટલીક બાબતો રીપિટ કરી છે

યુસુફ (સુદેવ નાયર)નું કેરેક્ટર ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાએ આતંકી યાસીન ભટકલને મળતું આવે તે રીતે લખ્યું છે. ભટકલ હિઝબુલ મુજાહિદ્દીન ગ્રૂપનો હતો અને તેણે ભારતમાં વર્ષ 2007થી 2013 દરમિયાન ભારતના અનેક શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કર્યાં હતાં. યાસીનને નેપાળ બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. રાજકુમાર ગુપ્તાએ આ થ્રિલિંગની સાથે અપ્રોચ કર્યો હોત તો સારું થાત. રાજકુમાર ગુપ્તા પોતાની ફિલ્મમાં પ્રભાત તથા તેના ચાર સાથીઓને સામાન્ય લોકોની જેમ જ જુએ છે. તેમને હિરો તરીકે રજૂ કરતા નથી. ગુપ્તાએ ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'રેડ'માં પણ આ જ અપ્રોચ કર્યો હતો. આમ કરવાથી દર્શકો સ્ટોરી સાથે વધુ ઈન્વોલ્વ થઈ શકે છે. જોકે, આ ફિલ્મમાં સતત કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું. ડિરેક્ટરે અનેક વસ્તુઓ વારંવાર રીપિટ કરી હતી. જેમ કે બોમ્બ બ્લાસ્ટના ફૂટેજ વારંવાર આવતા હતાં, જે ફિલ્મની વાર્તાના ફ્લોને અસર કરે છે.

3. સૌથી રસપ્રદ બાબત

આ ફિલ્મની સૌથી રસપ્રદ બાબત જો કોઈ હોય તો તે સુપરસ્ટાર શાહરુખ ખાનનુ નામ સામેલ થવું તે છે. શાહરુખ ખાનને બેવાર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. કારણ કે યાસીન ભટકલનું એક નામ શાહરુખ ખાન હતું.

4. અર્જુન કપૂર રોલમાં જામતો નથી

રાજકુમાર ગુપ્તાએ અન્ય એક્ટર્સ સારા પસંદ કર્યાં છે. તેમણે પોતાનો રોલ ઘણી જ સારી રીતે પ્લે કર્યો છે. જોકે, લીડ હિરો અર્જુન કપૂરને ના તો કેરેક્ટર સૂટ કરે છે અને ના અર્જુને કેરેક્ટર પ્રમાણે એક્ટિંગ કરવાની કોઈ મહેનત કરી છે. યાસીન બનતા સુદેવ નાયર પાસે ખાસ કરવા જેવું કંઈ નહોતું તેમ છતાંય તેણે દર્શકોને પ્રભાવિત કર્યાં છે. સૌથી સારું કામ બાતમીદારનો રોલ કરતાં જીતેન્દ્ર શાસ્ત્રીનું છે.

5. બેકગ્રાઉન્ડ સંગીત સારું નથી

આ ફિલ્મ વધુ પ્રભાવશાળી બની શકી હોત જો ગુપ્તાએ આ ફિલ્મ હજુ થોડા કોન્ફિડન્સ તથા થોડી સૂઝબૂઝ સાથે બનાવી હોત અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત સારું હોત. આ સિવાય લીડ એક્ટર વારંવાર પોતાનો દેશપ્રેમ વ્યક્ત ના કરતો હોત.

6. જોવી કે નહીં?

તમને થ્રિલર્સ તથા બહાદુરીના કિસ્સા પસંદ હોય તો આ ફિલ્મ તમારા માટે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી