વર્કઆઉટ / ફરહાન અખ્તરે ‘તૂફાન’ ફિલ્મ માટેની તૈયારીઓ શરૂ કરી, વર્કઆઉટ વીડિયો શેર કર્યો

Farhan Akhtar started preparations for the film 'Toofan', shared a workout video

  • ‘તૂફાન’ ફિલ્મ એક બોક્સરની લવ સ્ટોરી 
  • ફિલ્મનું શૂટિંગ વર્ષનાં અંતમાં શરૂ થઇ શકે છે
  • ફરહાન અખ્તર અને ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મેહરા ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી સાથે કામ કરશે 

divyabhaskar.com

May 16, 2019, 07:40 PM IST

બોલિવૂડ ડેસ્ક: ફરહાન અખ્તર અને ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મેહરા ફરીવાર ‘તૂફાન’ ફિલ્મ માટે ભેગા થયા છે. 2013માં તેઓએ ‘ભાગ મિલ્ખા ભાગ’માં સાથે કામ કર્યું હતું. ‘તૂફાન’ ફિલ્મ એક બોક્સરની જિંદગીની સ્ટોરી છે. બોક્સરના કેરેક્ટરમાં ફિટ બેસવા માટે ફરહાન ખૂબ મહેનત કરી રહ્યો છે. ફરહાને ઇન્સ્ટાગ્રામ પર તેનો વર્કઆઉટ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, તૂફાન ઈન મેકિંગ, બોક્સર લાઈફ. આ ઇન્સ્ટાગ્રામ પરના વીડિયોને ગણતરીના સમયમાં જ 50,000થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા હતા.

અગાઉ ભાગ મિલ્ખા ભાગ માટે પણ ફરહાને બોડી ટ્રાન્સફર્મેશન કર્યું હતું જેથી તે કેરેક્ટરમાં ફિટ બેસી શકે. હવે તૂફાન ફિલ્મ માટે પણ તે બોક્સરના કેરેક્ટરમાં ફિટ બેસવા વર્કઆઉટ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષનાં અંતમાં શરૂ થઇ શકે છે.

રાકેશ ઓમપ્રકાશ શર્માએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ‘અંજુમ રજબઅલીએ એક બોક્સરની આ સુંદર લવ સ્ટોરી લખી છે. આ કોઈ સાચા બોક્સરની સ્ટોરી નથી પરંતુ, કાલ્પનિક પાત્રની સ્ટોરી છે. મને આ સ્ટોરીમાં સૌથું વધુ એ ગમે છે કે, આ વાર્તાનો એક નવો મિજાજ છે. આ એક લોઅર મિડલ ક્લાસમાં સેટ થયેલી સ્ટોરી છે. બોક્સિંગ એ દુનિયામાં ક્યાંય પણ પૈસાદાર લોકોનું સ્પોર્ટ નથી.’

X
Farhan Akhtar started preparations for the film 'Toofan', shared a workout video
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી