પ્રતિક્રિયા / ચાહકે અજય દેવગનને તમાકુની જાહેરાત ના કરવાની અપીલ કરી હતી, એક્ટરે કહ્યું, 'હું પ્રમોટ નથી કરતો'

Fan pleaded Ajay Devgn not to advertise tobacco, Actor said,

divyabhaskar.com

May 15, 2019, 02:01 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અજય દેવગન હાલમાં 'દે દે પ્યાર દે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગને કહ્યું હતું કે તે તમાકુ પ્રોડક્ટ્સનો ક્યારેય પ્રચાર કરતો નથી. તે તમાકુને બદલે ઇલાયચીની જાહેરાત કરે છે. ઉલ્લેખનીય છે કે અજય દેવગનના કેન્સર પીડિત ચાહકે એક્ટરને તમાકુની જાહેરાત ના કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ અજય દેવગને પ્રતિક્રિયા આપી હતી.

તમાકુને પ્રમોટ નથી કરતો
અજય દેવગને કહ્યું હતું, 'હું હંમેશા મારો કોન્ટ્રેક્ટ મેઈન્ટેઈન રાખું છું. હું તમાકુને ક્યારેય પ્રમોટ કરતો નથી. જે જાહેરાત છે, તે ઇલાયચીની છે અને મારા કોન્ટ્રાક્ટમાં પણ લખ્યું છું કે હું તમાકુને પ્રમોટ કરતો નથી. જો કંપની બીજુ કંઈક વેચતી હોય તો મને ખ્યાલ નથી કે મારે શું કરવું જોઈએ. વધુમાં વધુ હું મારી ફિલ્મ્સમાં કારણ વગર સ્મોકિંગ કરવાનું બંધ કરી શકું છું.' વધુમાં અજયે કહ્યું હતું, 'દે દે પ્યાર દે'માં તે સામાન્ય માણસની ભૂમિકા ભજવી રહ્યો છે અને તે સ્મોક કરતો નથી પરંતુ જો તે 'કંપની'ના મલિકભાઈનો રોલ કરતો હોય તો તેણે સ્મોકિંગ કરવું જ પડે.'

ચાહકે અજયને અપીલ કરી હતી
40 વર્ષીય નાનકરામના પરિવારે કહ્યું હતું કે તે અજયનો ચાહક છે અને જેની જાહેરાત અજય દેવગન કરે છે તે જ બ્રાન્ડનું તમાકુ ખાતો હતો. જોકે, કેન્સર થતા નાનકરામે અજયને સમાજના હિતમાં તમાકુની જાહેરાત ના કરવાની અપીલ કરી હતી.

X
Fan pleaded Ajay Devgn not to advertise tobacco, Actor said,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી