અપકમિંગ / ડિઝનીની આગામી 9 વર્ષ સુધી દર વર્ષે એક ફિલ્મ રિલીઝ થશે, 'અવતાર'ની ચાર સીક્વલ પણ સામેલ

divyabhaskar.com

May 08, 2019, 05:04 PM IST
Disney will release a movie every year for the next 9 years, including four sequels of 'Avatar'

લોસ એન્જલ્સઃ ડિઝની બેનરની ફિલ્મ્સ પસંદ કરનાર ચાહકો 'સ્ટાર વોર્સ' તથા 'અવતાર'ની સીક્વલની રાહ જોઈ રહ્યાં છે. 2027 સુધી દર ક્રિસમસ પર ડિઝનીની એક-એક ફિલ્મ રિલીઝ થશે.

'સ્ટાર્સ વોર્સ'ના ત્રણ ભાગ
રિપોર્ટ્સ પ્રમાણે, ડિઝની 'સ્ટાર વોર્સ'ના ત્રણ ભાગ બનાવશે. જ્યારે 'અવતાર'ની ચાર સીક્વલ પ્રોડ્યૂસ કરવામાં આવશે. આગામી નવ વર્ષ સુધી એટલે કે 2027 સુધી ડિઝની દર ક્રિસમસ પર એક ફિલ્મ રિલીઝ થશે. 10 વર્ષ પહેલાં વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર 'અવતાર'ની પહેલી સીક્વલ 2021માં રિલીઝ થશે. 'અવતાર'ની ચાર સીક્વલ એક-એક વર્ષના ગેપ પર રિલીઝ કરવામાં આવશે. જોકે, 'ધ રાઈઝ ઓફ સ્કાયવોકર' બાદ 'સ્ટાર્સ વોર્સ'ની કઈ ફિલ્મ હશે, તેની વધુ માહિતી બહાર આવી નથી.

ડિઝનીની ફિલ્મ રિલીઝનો પ્લાન

વર્ષ ફિલ્મનું નામ
2019 સ્ટાર વોર્સ એપિસોડ 9 ધ રાઈઝ ઓફ સ્કાયવોકર
2020 ક્રૂએલા એન્ડ વેસ્ટ સાઈડ સ્ટોરી
2021 અવતાર 2
2022 સ્ટાર વોર્સ મૂવી
2023 અવતાર 3
2024 સ્ટાર વોર્સ મૂવી
2025 અવતાર 4
2026 સ્ટાર વોર્સ મૂવી
2027 અવતાર 5

X
Disney will release a movie every year for the next 9 years, including four sequels of 'Avatar'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી