સેલેબ લાઈફ / કોમેડી કિંગ કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે?

Comedy King Kapil Sharma's wife Ginni Chatrath is pregnant?
Comedy King Kapil Sharma's wife Ginni Chatrath is pregnant?
Comedy King Kapil Sharma's wife Ginni Chatrath is pregnant?

divyabhaskar.com

May 21, 2019, 06:49 PM IST

મુંબઈઃ સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા હાલમાં સાતમા આસમાને વિહરી રહ્યો છે. કપિલ શર્માનો શો સફળ રહ્યો છે અને તાજેતરમાં જ કપિલ શર્માને લંડન ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’નો એવોર્ડ મળ્યો હતો. અંગત જીવનની વાત કરવામાં આવે તો ચર્ચા છે કે કપિલ શર્મા ટૂંક સમયમાં જ પિતા બનવાનો છે.

પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 38 વર્ષીય કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નન્ટ છે. કપિલ શર્માની માતા જનકરાની છેલ્લાં ઘણાં સમયથી મુંબઈમાં ગિન્નીનું ધ્યાન રાખી રહ્યાં છે. આટલું જ નહીં થોડાં સમય પહેલાં ગિન્નીની માતા પણ મુંબઈમાં દીકરીનું ધ્યાન રાખવા આવ્યા હતાં. આટલું જ નહીં બંને વેવાણ 'ધ કપિલ શર્મા શો'માં પણ જોવા મળ્યાં હતાં. જોકે, હજી સુધી કપિલ કે ગિન્નીએ આ વાતની પુષ્ટિ કરી નથી.

ગયા વર્ષે લગ્ન કર્યાં હતાં
કપિલે જલંધરમાં 12 ડિસેમ્બરના રોજ ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કપિલે એક રિસ્પેશન અમૃતસરમાં તો બીજું રિસેપ્શન મુંબઈમાં યોજ્યું હતું. રિસેપ્શનમાં ટીવી ઈન્ડસ્ટ્રીઝથી લઈ પંજાબી-બોલિવૂડ સ્ટાર્સ આવ્યા હતાં. ફેબ્રુઆરી, 2019માં કપિલ શર્માએ ત્રીજું વેડિંગ રિસેપ્શન દિલ્હીમાં યોજ્યું હતું. આ રિસેપ્શનમાં ક્રિકેટર યુવરાજ સિંહ, સલમાનનો ભાઈ સોહેલ ખાન, મિકા સિંહ, દલેર મહેંદી સહિતના સેલેબ્સ આવ્યા હતાં. આટલું જ નહીં દિલ્હી વેડિંગ રિસેપ્શનમાં ફ્રાંસના રાજદૂત એલેક્ઝેન્ડર પણ હાજર રહ્યાં હતાં.

X
Comedy King Kapil Sharma's wife Ginni Chatrath is pregnant?
Comedy King Kapil Sharma's wife Ginni Chatrath is pregnant?
Comedy King Kapil Sharma's wife Ginni Chatrath is pregnant?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી