રિલીઝ / બીજેપી નેતા નીતિન ગડકરીએ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના નવા પોસ્ટરનું અનાવરણ કર્યું, 24 મેના ફિલ્મ રિલીઝ થશે

divyabhaskar.com

May 20, 2019, 04:17 PM IST
BJP leader Nitin Gadkari unveils the new poster of 'PM Narendra Modi', film will release on 24 May
BJP leader Nitin Gadkari unveils the new poster of 'PM Narendra Modi', film will release on 24 May
BJP leader Nitin Gadkari unveils the new poster of 'PM Narendra Modi', film will release on 24 May

બોલિવૂડ ડેસ્ક: વિવાદાસ્પદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક અંતે 24મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝના ચાર દિવસ પહેલાં 20 તારીખે બીજેપીના નેતા નીતિન ગડકરીએ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના નવા પોસ્ટરનું અનાવરણ કર્યું. ફિલ્મમાં વિવેક ઓબેરોય મોદીના રોલમાં છે. ફિલ્મના પોસ્ટરમાં વિવેક ઓબેરોય શંખ વગાડતો દેખાઈ રહ્યો છે. ડિરેક્ટર ઓમંગ કુમારે પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે, ભારતમાં દરેક મોટા કાર્યની શરૂઆત શંખ વગાડીને કરવામાં આવે છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય અને આચાર્ય મનીષ છે. ઘણા બધા રિલીઝ ડ્રામાને અંતે ફિલ્મ ચૂંટણી પરિણામના બીજા જ દિવસે 24 મેના રોજ રિલીઝ થવાની છે.

આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવીને ઈલેક્શન કમિશને ફિલ્મની રિલીઝને ચૂંટણી સુધી અટકાવી દીધી હતી. ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની છે, પરંતુ આજે સાંજે દિલ્હીમાં ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં વિવેક ઓબેરોયની સાથે બોમન ઈરાની,બરખા સેન ગુપ્તા, ઝરીના વહાબ, મનોજ જોશી, રાજેન્દ્ર ગુપ્તા અને દર્શન કુમાર પણ સામેલ છે.

X
BJP leader Nitin Gadkari unveils the new poster of 'PM Narendra Modi', film will release on 24 May
BJP leader Nitin Gadkari unveils the new poster of 'PM Narendra Modi', film will release on 24 May
BJP leader Nitin Gadkari unveils the new poster of 'PM Narendra Modi', film will release on 24 May
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી