સર્ટિફિકેશન / બીજેપીએ 'નમો ટીવી' પર અક્ષય કુમારની બે ફિલ્મ રિલીઝ કરવા માટે પરવાનગી માગી, અરજી હજુ પેન્ડિંગ

BJP asks permission to release Akshay Kumar's two films on 'Namo TV', application still pending

  • 'પેડમેન' અને 'ટોઈલેટ- એક પ્રેમ કથા'ને સર્ટિફાઇ કરવા માટે ચીફ ઇલેક્ટોરલ ઓફિસ ઓફ દિલ્હી પાસે પરવાનગી માગી
  • સર્ટિફિકેશન અંગે ક્લેરિટી લેવા માટે  દિલ્હી ચૂંટણી પંચે (Delhi poll body) ઈલેક્શન કમિશનને લેટર લખ્યો

divyabhaskar.com

May 04, 2019, 10:28 AM IST

બોલિવૂડ ડેસ્ક: બીજેપીએ 'નમો ટીવી' પર અક્ષય કુમારની બે ફિલ્મ રિલીઝ કરવા માટે ચીફ ઇલેક્ટોરલ ઓફિસ ઓફ દિલ્હી પાસે પરવાનગી માગી છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'પેડમેન' અને 'ટોઈલેટ- એક પ્રેમ કથા'ને સર્ટિફાઇ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પરવાનગી માગી છે. કારણકે, ગયા મહિને ચૂંટણી પંચે કહ્યું હતું કે, નમો ટીવી પર બ્રોડકાસ્ટ થતાં દરેક રેકોર્ડેડ પ્રોગ્રામને અગાઉથી સર્ટિફાઇ કરાવવાના રહેશે.

ભારતીય જનતા પાર્ટીએ ગયા અઠવાડિયે જ અક્ષય કુમારની બે ફિલ્મોના પ્રી-સર્ટિફિકેશન માટે દિલ્હીની ચીફ ઈલેક્ટ્રોલ ઓફિસની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટિને અરજી કરી હતી. હવે દિલ્હી ચૂંટણી પંચે (Delhi poll body) ઈલેક્શન કમિશનને લેટર લખ્યો છે, જેમાં તેમણે સેન્સર બોર્ડ દ્વારા ઓલરેડી સર્ટિફાઇ થયેલી ફિલ્મોને ફરીવાર સર્ટિફાઇ કરી શકાય તે અંગે પૂછ્યું છે.

સ્વાભાવિક છે કે, 'પેડમેન' અને 'ટોઇલેટ- એક પ્રેમ કથા' ફિલ્મ ઓલરેડી રિલીઝ થઇ ચૂકી છે માટે સેન્સર બોર્ડે તેને લીલી ઝંડી આપી જ દીધેલી હોય. તો શું ઓલરેડી સર્ટિફાઇ થયેલા કન્ટેન્ટને ફરીવાર ચૂંટણી પંચે સર્ટિફાઇ કરવું પડે કે કેમ તેની ક્લેરિટી લેવા માટે હાલ દિલ્હી ચૂંટણી પંચે (Delhi poll body) અને ઈલેક્શન કમિશન વચ્ચે ગડમથલ ચાલી રહી છે.

જોકે, દિલ્હી ચૂંટણી પંચે સર્ટિફિકેશન અંગે ક્લેરિટી લેવા માટે લખેલી અરજી હજુ પેન્ડિંગ છે. ઈલેક્શન કમિશન દ્વારા અરજીને ક્લિયરન્સ મળ્યું નથી.

અક્ષય કુમારે થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'નોન-પોલિટિકલ' ઇન્ટરવ્યૂ લીધો હતો. તેમાં અક્ષય કુમારે મોદીને અંગત સવાલો કર્યા હતા.

X
BJP asks permission to release Akshay Kumar's two films on 'Namo TV', application still pending
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી