• Home
  • Bollywood
  • Hollywood
  • 'Avengers Endgame' earns 312 crores in India, becoming the second highest grossing film in the world.

બોક્સ ઓફિસ / ભારતમાં 'એવેન્જર્સ એન્ડગેમ'ની 312 કરોડની કમાણી, વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

'Avengers Endgame' earns 312 crores in India, becoming the second highest grossing film in the world.

divyabhaskar.com

May 06, 2019, 04:38 PM IST

મુંબઈઃ બોક્સ ઓફિસ પર માર્વેલ સ્ટૂડિયોની હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'એ ધમાલ મચાવી દીધી છે. બીજા અઠવાડિયા સુધી ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 312.95 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની ટ્વીટ પ્રમાણે, 26 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલાં અઠવાડિયે 260 કરોડની કમાણી કરી હતી અને બીજા અઠવાડિયે 52.25 કરોડનું કલેક્શન કર્યું છે.

રિલીઝથી અત્યાર સુધી રોજની કમાણી

દિવસ કમાણી (કરોડ રૂ.માં)
શુક્રવાર (26 એપ્રિલ) 53.60
શનિવાર (27 એપ્રિલ) 52.20
રવિવાર (28 એપ્રિલ) 52.85
સોમવાર (29 એપ્રિલ) 31.05
મંગળવાર (30 એપ્રિલ) 26.10
બુધવાર (1 મે) 28.50
ગુરૂવાર (2 મે) 16.10
શુક્રવાર (3 મે) 12.50
શનિવાર (4 મે) 18
રવિવાર (5 મે) 21.75
ટોટલ 312.95

ભારતમાં 300 કરોડની કમાણી કરનાર પહેલી હોલિવૂડ ફિલ્મ
'એવેન્જર્સ એન્ડગેમ' ભારતમાં 300 કરોડની કમાણી કરનાર પહેલી હોલિવૂડ ફિલ્મ બની છે.

વિશ્વમાં બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
'એવેન્જર્સ એન્ડગેમ' વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. બીજા વીકેન્ડ સુધી આ ફિલ્મે દુનિયામાં 2.188 બિલિયન ડોલરની કમાણી કરી છે. 1997માં આવેલી 'ટાઈટેનિક' કમાણીના મામલે હવે ત્રીજા સ્થાને છે. આ ફિલ્મે 2.187 બિલિયન ડોલર કમાયા હતાં. આ લિસ્ટમાં હજી પણ પહેલાં સ્થાને 2009માં રિલીઝ થયેલી 'અવતાર' છે. આ ફિલ્મે 2.788 બિલિયન ડોલરની કમાણી કરી હતી.

X
'Avengers Endgame' earns 312 crores in India, becoming the second highest grossing film in the world.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી