ડેબ્યુ / અમેરિકન સિંગર, એક્ટ્રેસ સેલેના ગોમેઝનું ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ

divyabhaskar.com

May 15, 2019, 04:14 PM IST
American singer, Actress Selena Gomez's red carpet debut in the Cannes Film Festival
American singer, Actress Selena Gomez's red carpet debut in the Cannes Film Festival
American singer, Actress Selena Gomez's red carpet debut in the Cannes Film Festival

હોલિવૂડ ડેસ્ક: ફ્રાન્સના કાન ખાતે વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ ચાલી રહ્યો છે. અમેરિકન સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝે આ વર્ષે 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ ડેબ્યુ કર્યું છે. સેલેનાની ફિલ્મ ‘ધ ડેડ ડોન્ટ ડાઇ’ કાન ફિલ્મ ફેસ્ટિવલની પાર્ટિસિપેટિંગ ફિલ્મ છે. ફિલ્મના સ્ક્રીનિંગ દરમ્યાન સેલેનાએ ફિલ્મની કાસ્ટ સાથે પણ પોઝ આપ્યો હતો. સેલેના ગોમેઝે ‘લુઈ વિત્તોં ( Louis Vuitton)’ બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો હતો. સેલેના ગોમેઝે ડિનર માટેના સેકન્ડ લુક માટે પણ ‘Louis Vuitton’નો જ ડ્રેસ પહેર્યો હતો. સમગ્ર દુનિયાનાં બેસ્ટ સિનેમાને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ યોજાય છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સમાં 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ પૂરો થશે.

સેલેના ગોમેઝ અને એડમ ડ્રાઈવર સ્ટારર ફિલ્મ ‘ધ ડેડ ડોન્ટ ડાઇ’ને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ઘણાં બધાં નોમિનેશન મળ્યાં છે. તેમાં કાન બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ, કાન બેસ્ટ એક્ટર એવોર્ડ, કાન બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ, કાન ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ ફોર બેસ્ટ સ્ક્રીનપ્લે સહિત બીજાં નોમિનેશન સામેલ છે.

X
American singer, Actress Selena Gomez's red carpet debut in the Cannes Film Festival
American singer, Actress Selena Gomez's red carpet debut in the Cannes Film Festival
American singer, Actress Selena Gomez's red carpet debut in the Cannes Film Festival
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી