બોક્સ ઓફિસ / અજય દેવગનની 'દે દે પ્યાર દે'એ પાંચ દિવસમાં 50 કરોડની કમાણી કરી

Ajay Devgn's 'De De Pyaar De' earned 50 crores in five days

divyabhaskar.com

May 22, 2019, 05:20 PM IST

મુંબઈઃ બોલવિૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ 'દે દે પ્યાર દે'એ પાંચ દિવસની અંદર 50 કરોડની કમાણી કરી છે. ગયા શુક્રવારે (17 મે) રિલીઝ થયેલી આ ફિલ્મને બોક્સ-ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મે પાંચમા દિવસે 6.10 કરોડની કમાણી કરી છે.

પાંચ દિવસમાં 50.83 કરોડની કમાણી
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા શૅર કર્યાં છે. ટ્વિટર પર તરણ આદર્શે લખ્યું હતું, 'દે દે પ્યાર દે'એ પાંચ દિવસની અંદર 50 કરોડની કમાણી કરી. વીકડેઝમાં પણ ફિલ્મ ટકી રહી છે. શુક્રવારે 10.41 કરોડ, શનિવારે 13.39 કરોડ, રવિવારે 14.74 કરોડ, સોમવારે 6.19 કરોડ, મંગળવારે 6.10 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે કુલ 50.83 કરોડની કમાણી કરી છે.

સિંગલ રિલીઝનો ફાયદો
અજય દેવગનની આ ફિલ્મ શુક્રવારે સિંગલ રિલીઝ થઈ હોવાથી ફાયદો મળ્યો હતો. જોકે, રવિવાર (19 મે)ના રોજ લોકસભા ચૂંટણીનું સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન હોવાથી કમાણી અપેક્ષા કરતાં ઓછી થઈ હતી. ડિરેક્ટર અકીવ અલીની આ ફિલ્મ 45 કરોડના બજેટમાં બની હોવાની ચર્ચા છે. આ વર્ષે 'ટોટલ ધમાલ' બાદ અજય દેવગનની આ બીજી ફિલ્મ છે, જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

24 મેએ બે ફિલ્મ્સ સાથે ટક્કર
24મેએ અર્જુન કપૂરની ફિલ્મ 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' તથા વિવેક ઓબેરોયની પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ થવાની છે.

શું છે ફિલ્મની વાર્તા
ડિરેક્ટર અકીવ અલીની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં 50 વર્ષીય અજય દેવગન (આશિષ) તથા 26 વર્ષીય રકુલ પ્રીત સિંહ (આઈશા) એકબીજાને પ્રેમ કરવા લાગે છે. ફિલ્મમાં અજય દેવગન પત્ની તબુ (મંજુ) તથા બંને બાળકોથી અલગ લંડનમાં રહેતો હોય છે.

X
Ajay Devgn's 'De De Pyaar De' earned 50 crores in five days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી