વિવાદ / આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી

divyabhaskar.com

May 15, 2019, 03:26 PM IST
Aditya Pancholi has complained against kangana ranaut

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી તથા કંગના રનૌતનો વર્ષો જૂનો વિવાદ ફરી પાછો ચર્ચામાં આવ્યો છે. એક સમયે બંને રિલેશનશીપમાં હતાં પરંતુ સમયની સાથે આ સંબંધનો ઘણી જ ખરાબ રીતે અંત આવ્યો હતો. કંગનાએ આદિત્ય પંચોલી પર શારીરિક હિંસા તથા મારપીટનો આરોપ લગાવ્યો હતો. કંગનાની બહેન રંગોલીએ પણ આદિત્ય પર યૌન શોષણ તથા મારપીટને લઈ પોલીસ ફરિયાદ કરી હતી. હવે, આદિત્યે થોડા દિવસ પહેલાં કંગના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

આદિત્યે ફરિયાદ કરી
મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં રંગોલીએ ઈમેલથી આદિત્ય પર મારપીટ તથા યૌન શોષણની ફરિયાદ નોંધાવી હતી. આદિત્યે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું તેણે એક્ટ્રેસ પર માનહાનિનો કેસ કર્યો છે. તે કેસ પરત લેવા માટે કંગનાના વકીલે તેને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને તેની વિરૂદ્ધ કરવામા આવેલી આ ફરિયાદ આનો જ હિસ્સો છે. તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે.

આદિત્યે પોલીસને પુરાવા આપ્યા
આદિત્યે આગળ કહ્યું હતું, 'જ્યારે મેં કંગના વિરૂદ્ધ કેસ કર્યો હતો ત્યારે તેના વકીલે મને ધમકી આપી હતી અને મેં 18 મિનિટનું ફોન રેકોર્ડિંગ કર્યું હતું. આ રેકોર્ડિંગ પોલીસને આપી દીધું છે. 25 એપ્રિલે વર્સોવા પોલીસ મારા ઘરે નોટિસ લઈને આવી ત્યારે મને ઘણી જ નવાઈ લાગી હતી. મેં તે જ સમયે રેકોર્ડિંગ પુરાવા તરીકે પોલીસને આપ્યું હતું. 12 મેના રોજ મેં પોલીસ સ્ટેશન જઈને મારું નિવેદન આપ્યું હતું.' પોલીસે કહ્યું હતું કે બંને પક્ષના નિવેદનો લીધા બાદ પૂછપરછના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કંગનાએ આદિત્ય પર મારપીટ અને યૌન શોષણનો આરોપ મૂક્યો છે
કંગનાએ કહ્યું હતું કે તે અને આદિત્ય પતિ-પત્નીની જેમ રહેતા હતાં અને યારી રોડ પર એક ઘર લેવાનું વિચારી રહ્યાં હતાં. તેઓ એક મિત્રના ઘરે ત્રણ વર્ષ સુધી સાથે રહ્યાં હતાં. આદિત્ય તેની પિતાની ઉંમરનો હતો અને તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. આદિત્યે તેને માથામાં માર માર્યો હતો. લોહી નીતરતી હાલતમાં તેણે સેન્ડલથી આદિત્યને માથામાં માર્યું હતું. તેણે ફરિયાદ પણ કરી હતી. આદિત્ય તથા કંગના 13 વર્ષ પહેલાં લીવ-ઈનમાં રહેતા હતાં.

X
Aditya Pancholi has complained against kangana ranaut
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી