ઈન્ટરવ્યૂ / એક્ટર સુનિલ ગ્રોવર કોમેડિયન કપિલ શર્માનો શો નથી જોતો

Actor Sunil Grover not seen comedian Kapil Sharma's show
X
Actor Sunil Grover not seen comedian Kapil Sharma's show

divyabhaskar.com

May 14, 2019, 01:22 PM IST

મુંબઈઃ કોમેડિયન તથા એક્ટર સુનિલ ગ્રોવર બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં જોવા મળશે. પાંચ જૂનના રોજ રિલીઝ થતી આ ફિલ્મમાં સુનિલ ગ્રોવર એક્ટર સલમાનનો ખાસ ફ્રેન્ડ બન્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુનિલ ગ્રોવરે 'કપિલ શર્મા શો'માં પરત ફરશે કે નહીં અને ફિલ્મ બાદ તે શું કરશે? તે અંગે વાત કરી હતી.

સુનિલ ગ્રોવરે સલમાનને લઈ કહી આ વાતો

1. સલમાને ક્યારેય કપિલના શોમાં જવાનો ફોર્સ કર્યો નથી

સુનિલે કહ્યું હતું કે જ્યારે સલમાન ખાને 'ધ કપિલ શર્મા શો' પ્રોડ્યૂસ કરવાનો નિર્ણય લીધો ત્યારે તેની એક્ટર સાથે લાંબી ચર્ચા થઈ હતી. સલમાને તેની સાથે શોમાં કમબેકને લઈ વાત કરી હતી પરંતુ ક્યારેય શોમાં પરત ફરવાને લઈ ફોર્સ કર્યો નહોતો. સલમાને તેને કમબેકનું સજેશન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરતી વખતે ફ્લાઈટમાં દારૂના નશામાં કપિલ શર્માએ સુનિલ ગ્રોવર સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ કપિલે માફી પણ માંગી હતી પરંતુ સુનિલે કપિલ સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો હતો.

2. કપિલ શર્માનો શો નથી જોતો

સુનિલ ગ્રોવરને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કપિલ શર્માનો શો જુએ છે? તો તેણે જવાબ આપ્યો હતો કે તે જે શોમાં કામ ના કરતો હોય તે શો ક્યારેય જોતો નથી. અન્ય કોમેડી શોમાં કામ કરવાને લઈ સુનિલ ગ્રોવરે કહ્યું હતું કે તેને કોમેડી ઘણી જ પસંદ છે પરંતુ હાલમાં કોમેડીમાં કંઈ નવું કરવામાં આવતું નથી. જૂના લોકોને જ બતાવવામાં આવે છે. કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

3. ખબર નહીં આગળ શું થશે

સુનિલ ગ્રોવરે વધુમાં કહ્યું હતું કે જ્યારે તેને ફિલ્મ 'ભારત' ઓફર થઈ ત્યારે તેની પાસે કોઈ કામ નહોતું. 'ભારત' શરૂ થવામાં એક મહિનાની વાર હતી અને તે સમય દરમિયાન તેણે 'કાનપુરવાલે ખુરાના' ટીવી શો કર્યો હતો. આ શોના આઠ એપિસોડ હતાં. ત્યારબાદ તે 'ભારત'ના શૂટિંગ માટે ગયો હતો. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે તેની પાસે એક પણ પ્રોજેક્ટ નથી. ફિલ્મ રિલીઝ બાદ શું થાય છે, તે ભવિષ્યમાં ખબર પડશે.

4. સલમાનનો ડર લાગ્યો હતો

ફિલ્મમાં સુનિલ ગ્રોવર એક્ટર સલમાનના ક્લોઝ ફ્રેન્ડના રોલમાં છે અને આખી ફિલ્મમાં તે સલમાનની સાથે જોવા મળે છે. સલમાન સાથે કામ કરવાના અનુભવ અંગે સુનિલ ગ્રોવરે કહ્યું હતું કે તેણે શોમાં તો સલમાન ખાન સાથે કામ કર્યું છે પરંતુ ફિલ્મમાં તેણે પહેલી જ વાર કામ કર્યું છે. શરૂઆતમાં તેને સલમાન ખાનનો ડર લાગતો હતો. તે બિગ સ્ટાર છે. આટલું જ નહીં શરૂઆતમાં તેમની સાથે કામ કરવામાં મુશ્કેલી પડતી હતી. જોકે, તેણે અને સલમાન ખાને આ મુશ્કલી દૂર કરવા માટે કેટલીક પાર્ટીઓ કરી હતી. જેમાં તેઓ રાત્રે સાથે બેસીને વાત કરતા હતાં.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી