વિવાદ / વિવેકની ટ્વીટ જોઈને અભિષેક બચ્ચન ગુસ્સે થયો હતો, ઐશ્વર્યાએ જવાબ આપતા રોક્યો!

Abhishek Bachchan was angry with Vivek's tweet, Aishwarya stopped answering!

divyabhaskar.com

May 22, 2019, 01:27 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર વિવેક ઓબેરોયે ઐશ્વર્યા રાયને લઈ એક મીમ ટ્વિટર પર શૅર કર્યું હતું, જેને લઈ વિવાદ થયો હતો. આ મુદ્દે મહિલા આયોગથી લઈ બોલિવૂડ સેલેબ્સ રોષે ભરાયા હતાં. ટ્વિટર પર વિવેક ઓબેરોયને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. વિવાદ વધતા વિવેકે માફી માગી લીધી હતી અને ટ્વીટ ડિલીટ કરી નાખી હતી. આ મુદ્દે હજી સુધી બચ્ચન પરિવારની પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ સૂત્રોના મતે, જે પણ થયું તેનાથી પરિવાર ઘણો જ દુઃખી છે.

અભિષેક બચ્ચન ગુસ્સામાં
સૂત્રોના મતે, અભિષેક બચ્ચનને પત્ની ઐશ્વર્યા રાયના અપમાનથી ઘણો જ ગુસ્સો આવ્યો હતો. સામાન્ય રીતે શાંત રહેનાર અભિષેકે વિવેકને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરી રાખ્યું હતું પરંતુ ઐશ્વર્યાએ તેને આમ કરવાની ના પાડી હતી. ઐશ્વર્યા તે સમયે ફ્રાંસના કાન શહેરમાં હતી. જ્યારે તેને આ ટ્વીટ અંગે જાણ થઈ તો તેણે અભિષેકને ગુસ્સો ના કરવા માટે સમજાવ્યો હતો. ઐશ્વર્યાના મતે, વિવેક પોતાની આગામી ફિલ્મ નરેન્દ્ર મોદીની બાયોપિક માટે પબ્લિસિટિ મેળવવા માટે આમ કરી રહ્યો છે. એશના મતે, આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપીને તેને વધુ પબ્લિસિટિ આપવાની જરૂર નથી.

આ તસવીરથી વિવાદ થયો હતો
વિવેક ઓબેરોયે જે મીમ ટ્વીટ કરી હતી, તેમાં ત્રણ તસવીરો હતી. સૌ પહેલી તસવીરમાં ઐશ્વર્યા તથા સલમાન ખાન હતાં, જેને કેપ્શન આપવામાં આવ્યું હતું ઓપિનિયન પોલ. ત્યારબાદ બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય તથા વિવેક ઓબેરોય હતાં. જેના પર લખવામાં આવ્યું હતું એક્ઝિટ પોલ. અંતિમ અને ત્રીજી તસવીરમાં ઐશ્વર્યા રાય પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે હતી. આના પર લખવામાં આવ્યું હતું રિઝલ્ટ. આ મીમ શૅર કરીને વિવેક ઓબેરોયે કેપ્શન આપ્યું હતું, 'કોઈ જ રાજકરણ નહીં. આ તો બસ માત્ર જીવન છે...' ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર આ મીમ રાંચીના પવનસિંહ જોષીએ પોસ્ટ કર્યું હતું. પવનસિંહની આ પોસ્ટને વિવેકે ટ્વિટર પર શૅર કરી હતી.

વિવેકનો પહેલાં માફી માગવાનો ઈનકાર પછી માફી માગી
વિવેક ઓબેરોયે પહેલાં માફી માગવાનો ઈનકાર કર્યો હતો. વિવેકે કહ્યું હતું, 'લોકો માફી માગવાનું કહી રહ્યાં છે અને મને આામાં કોઈ વાંધો પણ નથી પરંતુ પહેલાં મને એ તો કહો કે મેં ખોટું શું કર્યું છે. જો મેં કંઈ ખોટું કર્યું હશે તો હું માફી માગી લઈશ. કોઈએ મીમ ટ્વીટ કર્યું અને હું તેના પર હસ્યો.' જોકે, પછી વિવેકે માફી માગતા ટ્વીટ કરી હતી, 'ક્યારેક-ક્યારેક પહેલી નજરમાં એક વ્યક્તિને જે મજાક લાગે તે જરૂરી નથી કે અન્યને પણ તેમ જ લાગે. હું છેલ્લાં 10 વર્ષથી 2000થી વધુ વંચિત યુવતીઓને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યો છું. હું ક્યારેય મહિલાઓના અપમાન અંગે વિચારી શકું નહીં.'

X
Abhishek Bachchan was angry with Vivek's tweet, Aishwarya stopped answering!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી