રિલીઝ ડેટ / આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 2020માં ક્રિસમસ પર રિલીઝ થશે

Aamir Khan's film 'Laal Singh Chaddha ' will be released on Christmas in 2020

  • લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું ઓફિશિયલ અડેપ્ટેશન
  • ફિલ્મ માટે આમિર 20 કિલો વજન ઘટાડવાનો છે
  • સિક્રેટ સુપરસ્ટાર ફેમ ડિરેક્ટર અદ્વૈત ચંદન ફિલ્મને ડિરેક્ટ કરશે

divyabhaskar.com

May 04, 2019, 04:19 PM IST

બોલિવૂડ ડેસ્ક: આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. 2020માં ક્રિસમસ પર આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'નું ઓફિશિયલ અડેપ્ટેશન છે. ફિલ્મને વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન સાથે પ્રોડ્યૂસ કરી રહ્યું છે. ફિલ્મના ડિરેક્ટર 'સિક્રેટ સુપરસ્ટાર' ફેમ ડિરેક્ટર અદ્વૈત ચંદન છે. આ ફિલ્મને અલગ-અલગ ભાષામાં એક્ટિંગ કરી ચૂકેલા એક્ટર અતુલ કુલકર્ણીએ લખી છે.

આ ફિલ્મ માટે આમિર 20 કિલો વજન ઘટાડવાનો છે અને તે વેજિટેરિયન ડાયટ પર છે. ફિલ્મ માટે ફિમેલ લીડ હજુ ફાઈનલ થઈ નથી. આમિર ખાને આ ફિલ્મની જાહેરાત તેના 54મા જન્મદિવસ પર કરી હતી.

6 ઓસ્કર અવોર્ડ વિજેતા ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'
આમિર 'ફોરેસ્ટ ગમ્પ' (1994) ફિલ્મના અડેપ્ટેશન રાઇટ્સ મેળવવા માટે 8 વર્ષથી પ્રયત્ન કરી રહ્યો હતો. આ ફિલ્મને 6 ઓસ્કર અવોર્ડ મળ્યા હતા. ફોરેસ્ટ ગમ્પનો હીરો ટોમ હેન્ક્સ હતો. બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગના અવોર્ડ્સ મળ્યા હતા.

X
Aamir Khan's film 'Laal Singh Chaddha ' will be released on Christmas in 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી