એક્સટેન્શન / ‘83’ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થશે

'83' will be released on April 10 next year in Hindi, Tamil and Telugu
'83' will be released on April 10 next year in Hindi, Tamil and Telugu

  • ફિલ્મના પ્રોડ્યૂસર લિસ્ટમાં સાજીદ નડિયાદવાલાનું નામ પણ સામેલ

divyabhaskar.com

May 15, 2019, 03:41 PM IST

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’ હિન્દી ભાષાની સાથે તમિળ અને તેલુગુમાં પણ રિલીઝ થવાની છે. ઉપરાંત ફિલ્મના પ્રોડ્યૂસર લિસ્ટમાં હવે સાજીદ નડિયાદવાલાનું નામ પણ સામેલ થઈ ગયું છે. અગાઉ ફિલ્મના પ્રોડ્યૂસર લિસ્ટમાં મધુ મન્ટેના, વિષ્ણુ ઇન્દુરી અને કબીર સામેલ હતા. ‘83’ ફિલ્મ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે, જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. આ ફિલ્મ માટે પ્રીતમ મ્યુઝિક આપવાના છે. રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થશે.

સૂત્રો મુજબ તો એવા પણ સમાચાર છે કે, દીપિકા પાદુકોણ ફિલ્મમાં પ્રોડ્યૂસર તરીકે જોડાવાની છે. ફિલ્મમાં તે કપિલ દેવની પત્નીનો રોલ પણ ભજવવાની છે. જો દીપિકા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરે તો આ ફિલ્મ ‘છપાક’ ફિલ્મ બાદ તેની પ્રોડ્યૂસર તરીકેની બીજી ફિલ્મ હશે.

સ્ટાર કાસ્ટ
‘83’ ફિલ્મમાં કપિલ દેવના રોલમાં રણવીર સિંહ, બલવિંદર સિંહના રોલમાં એમી વિર્ક, શ્રીકાંતના રોલમાં જીવા, રોજર બિન્નીના રોલમાં નિશાંત દહિયા, રવિ શાસ્ત્રીના રોલમાં ધૈર્ય કારવા, સૈયદ કિરમાણીના રોલમાં સાહિલ ખટ્ટર, સંદીપ પાટીલના રોલમાં ચિરાગ પાટીલ, સુનિલ ગાવસ્કરના રોલમાં તાહિર રાજ ભસીન, મોહિંદર અમરનાથના રોલમાં સાકીબ સલીમ, મદન લાલના રોલમાં હાર્ડી સંધુ, સુનિલ વાલ્સનના રોલમાં આર બદરી, દિલિપ વેંગસરકરના રોલમાં આદિનાથ કોઠારે, યશપાલ શર્માના રોલમાં જતીન સરના અને ટીમનાં મેનેજર માન સિંહના રોલમાં પંકજ ત્રિપાઠી છે.

X
'83' will be released on April 10 next year in Hindi, Tamil and Telugu
'83' will be released on April 10 next year in Hindi, Tamil and Telugu
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી