ધ લાઈટહાઉસ / કો સ્ટાર વિલેમ ડેફોએ જણાવ્યું કે કેરેક્ટરમાં પ્રાણ ઉમેરવા માટે રોબર્ટ ખુદને મારતો હતો

Willem Dafoe says Robert Pattinson would “beat himself up” on set for ‘The Lighthouse’

Divyabhaskar.com

Oct 18, 2019, 06:24 PM IST

હોલિવૂડ ડેસ્ક: ‘હેરી પોર્ટર’ ફેમ વિલેમ ડેફોએ પોતાના કો સ્ટાર રોબર્ટ પેટિન્સન વિશે એક ખુલાસો કર્યો છે. ‘ધ લાઈટહાઉસ’ ફિલ્મમાં બંને સાથે છે. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન વિલેમે જણાવ્યું કે, પોતાના રોલને સારો બનાવવા માટે અને કેરેક્ટરમાં પ્રાણ ઉમેરવા માટે રોબર્ટ પોતાની જાતને મારતો હતો. અગાઉ રોબર્ટે ફિલ્મમાં પોતાના એફ્રેનના રોલ વિશે જણાવ્યું હતું કે તેણે કઈ રીતે આ રોલ માટે મહેનત કરી હતી.

વિલેમે જણાવ્યું કે, તે ક્રાફ્ટ પર ભરોસો કરતો ન હતો, ડૂબવાનો અનુભવ કરવા માટે તે ખુદને ઊંડા પાણીમાં ફેંકી દેવા ઈચ્છતો હતો, સેટ પર ક્યારેક ક્યારેક ખુદને બેરહેમીથી પીટતો હતો. ત્યાં સુધી કે પોતાની આંગળીઓ ગળામાં નાખવા લાગતો હતો. તેણે કહ્યું કે હું જજ નથી કરી રહ્યો પણ આ ઘણું અજીબ હતું. જોકે, તેણે રોબર્ટના વખાણ કરતા કહ્યું કે તેનામાં વિઝ્યુઅલની સારી સમજ છે.

હું તેની જેમ કામ કરવા ઈચ્છું છું
વિલેમે કહ્યું કે, હું નથી ઈચ્છતો કે તે મારી જેમ કામ કરે પણ હા હું ઈચ્છું છું કે હું તેની જેમ કામ કરી શકું. તે જે રીતે એક્ટિંગ કરે છે તે એકદમ અલગ છે.

બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રામા હોરર ફિલ્મ ‘ધ લાઈટહાઉસ’ 18 ઓક્ટોબરના યુએસમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું પ્રીમિયર કાન ફેસ્ટિવલમાં મે મહિનામાં થયું હતું.

X
Willem Dafoe says Robert Pattinson would “beat himself up” on set for ‘The Lighthouse’
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી