સ્ટારકાસ્ટ / ટીવી સિરીઝ ‘ફર્સ્ટ લેડીઝ’માં મિશેલ ઓબામાનો રોલ ઓસ્કર વિનર વિઓલા ડેવિસ પ્લે કરશે

Viola Davis to Play Michelle Obama in ‘First Ladies’ TV Series

Divyabhaskar.com

Aug 27, 2019, 06:41 PM IST

હોલિવૂડ ડેસ્ક: ટીવી સિરીઝ ‘ફર્સ્ટ લેડીઝ’માં મિશેલ ઓબામાના રોલમાં વિઓલા ડેવિસ દેખાશે. વિઓલાએ આ વાતની માહિતી તેનાં ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી હતી. આ ટીવી સિરીઝ અમેરિકાની ફર્સ્ટ લેડીઝની પર્સનલ અને પોલિટિકલ લાઈફ પર આધારિત હશે. આ સીઝનમાં એલેનોર રૂઝવેલ્ટ, બેટી ફોર્ડ અને મિશેલ ઓબામાના જીવન પર આધારિત છે.

ઓસ્કર અવોર્ડ વિજેતા એક્ટ્રેસ વિઓલા આ શોની પ્રોડ્યૂસર પણ છે. આ શોમાં એક-એક કલાકની ત્રણ સ્ટોરી બતાવવામાં આવશે. આ શોની સ્ક્રિપ્ટ નોવેલિસ્ટ એરોન ફૂલેએ લખી છે. અગાઉ વિઓલા થ્રિલર મૂવી ‘વિડોઝ’માં જોવા મળી હતી.

મિશેલ ઓબામા પર અગાઉ ફિલ્મ બની ચૂકી છે. પરંતુ ટીવી શો પહેલીવાર બની રહ્યો છે. મિશેલ પર 2016માં ‘સાઉથસાઈડ વિથ યુ’ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. તેમાં ટિકા સમ્પટરે મિશેલ ઓબામાનો રોલ નિભાવ્યો હતો.

X
Viola Davis to Play Michelle Obama in ‘First Ladies’ TV Series
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી