શોકિંગ / યુએસ આર્મીની ચેતવણી, ડિરેક્ટર ટોડ ફિલિપ્સની ફિલ્મ ‘જોકર’ની સ્ક્રીનિંગ પર હુમલો થઇ શકે છે

US Army issues internal warning against potential violence at Joker screenings

Divyabhaskar.com

Sep 27, 2019, 04:36 PM IST

હોલિવૂડ ડેસ્ક: અમેરિકી સેનાએ પોતાના કમાન્ડર્સને ચેતવણી આપી છે કે ‘જોકર’ ફિલ્મની સ્ક્રીનિંગ સમયે હિંસા ફેલાવાનો ખતરો છે. ફોર્ટ સીલ ઓકાહોમા સ્થિત મિલિટરી બેસ દ્વારા રિલીઝ કરાયેલ મેમોને યુઝર્સ પ્રચલિત એરફોર્સના ફેસબુક પર શેર કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ એફબીઆઈ સાથે કામ કરનાર ટેક્સાસ જોઈન્ટ ક્રાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે આ વાતની જાણકારી મેળવી છે કે ફિલ્મની સ્ક્રીનિંગ દરમ્યાન માસ શૂટિંગ જેવી ઘટના થવાની આશંકા છે.

ફેસબુક પરથી પોસ્ટ હટાવી દેવાઈ
જોકે ત્યારબાદ પોસ્ટને ફેસબુક પેજ પરથી ડિલીટ કરી દેવામાં આવી હતી. યુએસ આર્મીના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કમાન્ડના પબ્લિક અફેર્સ ચીફ ક્રિસ્ટોફર ગ્રેએ સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે, કોઈ વિશેષ સ્થળ પર ખતરાના સંકેત આપનારી કોઈપણ જાણકારી વિશે ખબર નથી. તેમણે કહ્યું કે વાસ્તવિક જાણકારી ટેક્સાસના જન સુરક્ષા વિભાગથી આવશે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવશે.

‘જોકર’ વિવાદોમાં ઘેરાઈ તેનું કારણ
આ ફિલ્મની આલોચના કરવામાં આવી રહી છે કારણકે આમાં એવા વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ ભરેલ દૃષ્ટિકોણ બતાવવામાં આવ્યો છે જે એકલતાના નામ પર બંદૂકથી હિંસા ફેલાવે છે. 2012માં ‘ધ ડાર્ક નાઈટ’ ફિલ્મના પ્રદર્શન દરમ્યાન કોલોરાડોના અરોરામાં એક થિયેટરમાં એક બંદૂકધારીએ ભીડ પર ગોળીઓ વરસાવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોએ વોર્નર બ્રધર્સને ઓપન લેટર લખ્યો હતો. આ લેટરમાં ગન વાયોલન્સ ફેલાવનાર વિરુદ્ધ એક્શન લેવાની અપીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં 12 લોકોના મૃત્યુ થયા ને ઘણા લોકો ઘાયલ થયા હતા. ન્યૂઝ વેબસાઈટ એબીસી 7ની ખબર અનુસાર ‘જોકર’ની સ્ક્રીનિંગને લઈને પણ 4 ઓક્ટોબરે સંભવિત શૂટિંગ વિશે એક સિક્રેટ બુલેટિન મારફતે વોર્નિંગ મળી હતી. ભારતમાં આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.

X
US Army issues internal warning against potential violence at Joker screenings
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી