ટ્રેલર / 34 વર્ષ બાદ ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ની સીક્વલનું ટ્રેલર રિલીઝ

Tom Cruise's Top Gun sequel 's Trailer released after 34 years

Divyabhaskar.com

Jul 19, 2019, 02:00 PM IST

લોસ એન્જલ્સઃ હોલિવૂડના સુપરસ્ટાર ટોમક્રૂઝ 57 વર્ષે પણ દિલધડક સ્ટન્ટ કરવા માટે જાણીતો છે. ટોમે ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ’માં ખતરનાક સ્ટન્ટ્સ કર્યાં હતાં. હવે, ટોમની સુપરહિટ ફિલ્મ ‘ટોપગન’ની સીક્વલનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 1986માં રિલીઝ થઈ હતી. 34 વર્ષ બાદ આ ફિલ્મની સીક્વલ આવી રહી છે.

ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટરના રોલમાં
ફિલ્મમાં ટોમ ક્રૂઝ ફ્લાઈટ ઈન્સ્ટ્રક્ટરના રોલમાં જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં એડ હેરિસ એક્ટર ટોમ ક્રૂઝના વખાણ કરે છે અને તેને પૂછે છે કે તે કેમ એક કેપ્ટન બનીને રહી ગયો? અને તેનું કેમ પ્રમોશન ના થયું? જેના જવાબમાં ટોમ ક્રૂઝ કહે છે કે આ તેના જીવનનું એક રહસ્ય છે. ટ્રેલરમાં આગળ ટોમ ક્રૂઝ પાયલટ બ્રેડલી બ્રેડશોને ટ્રેનિંગ આપે છે. કારણ કે બ્રેડલી પણ પિતા નિકની જેમ પાયલટ બનવા માગે છે. ઓરિજનલ ફિલ્મમાં નિકનું નિધન થયેલું બતાવવામાં આવ્યું છે. ભારતમાં આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યૂશન વાયકોમ 18 મોશન પિક્ચર્સ કરશે.

આવતા વર્ષે રિલીઝ
ફિલ્મમાં ટોમ ક્રૂઝ ઉપરાંત લુઈસ પુલમેન, જોસેફ કોસિન્સકી, ગ્લેન પોવેલ, જેનિફર કોનલી જેવા કલાકારો છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જૂનના રિલીઝ થશે.

X
Tom Cruise's Top Gun sequel 's Trailer released after 34 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી