સ્ટ્રેટેજી / જેમ્સ બોન્ડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’ માટે ત્રણ ક્લાઈમેક્સ શૂટ થયા છે, ખુદ હીરોને પણ નથી ખબર એન્ડ વિશે

Three climax shoot in James Bond

Divyabhaskar.com

Oct 23, 2019, 11:24 AM IST

હોલિવૂડ ડેસ્ક: જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેના ક્લાઈમેક્સને ત્રણ અલગ અલગ રીતે શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્દેશક કેરી જોજી ફુકુનાગાના જણાવ્યા અનુસાર તે નથી ઇચ્છતા કે ફિલ્મની કોઈપણ માહિતી લીક થાય. ફિલ્મમાં એજન્ટ 007નો રોલ ડેનિયલ ક્રેગ નિભાવી રહ્યો છે.

ખબર મુજબ ડિરેક્ટરે આ મામલે એટલી બધી તકેદારી રાખી છે કે ફિલ્મના લીડ રોલ ડેનિયલને પણ નથી ખબર કે આખરે અંતમાં શું થશે. જોકે આખી ઇન્ડસ્ટ્રીમાં ક્લાઈમેક્સને લઈને અલગ અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં બોન્ડ કિડનેપ કિડનેપ થયેલ વૈજ્ઞાનિકને રહસ્યમય વિલનથી બચાવતા દેખાશે.

ફિલ્મના લીડ હીરો 51 વર્ષીય ડેનિયલ ક્રેગ સૌથી વધુ વખત બોન્ડના રોલ નિભાવનાર એક્ટર છે. તેણે 2005થી લઈને અત્યારસુધીમાં 4 જેમ્સ બોન્ડ ફિલ્મો કરી છે. અપકમિંગ ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’ તેની પાંચમી ફિલ્મ છે.

X
Three climax shoot in James Bond
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી