મિત્રતા / કેવિન હાર્ટને અકસ્માત થતાં મદદ માટે ડ્વેન જોનસન હનીમૂન અધવચ્ચે મૂકીને આવ્યો

the rock aka Dwayne Johnson leaves honeymoon early to fill in for injured Kevin Hart

Divyabhaskar.com

Sep 05, 2019, 06:30 PM IST

લોસ એન્જલસઃ ‘જુમાનજી’ ફિલ્મના એક્ટર તથા કોમેડિયન કેવિન હાર્ટનો થોડાં સમય પહેલાં લોસ એન્જલસમાં કાર અકસ્માત થયો હતો. ત્યારબાદ કેવિનની સર્જરી કરાવવામાં આવી હતી. હવે તે એકદમ સાજો છે પરેતુ તે ‘ધ કેલી ક્લાર્કસન શો’ના પ્રીમિયરમાં આવી શક્યો નહોતો. પોતાના મિત્રની મદદ માટે ડ્વેન જોનસન હનીમૂન અધવચ્ચે મૂકીને પરત આવી ગયો છે.

શોમાં જોવા મળશે
ડ્વેન હવે કેવિનની જગ્યાએ ‘ધ કેલી ક્લાર્કસન શો’માં જોવા મળશે. ડ્વેને 18 ઓગસ્ટે હવાઈમાં પ્રેમિકા લોરેન હૈશિયન સાથે લગ્ન કર્યાં હતાં અને હવાઈમાં આવેલા કાઉઆઈ આઈલેન્ડ પર હનીમૂન મનાવતા હતાં.

ટ્વિટર પર કન્ફર્મ કર્યું
જોનસને ટ્વીટ કરીને કહ્યું હતું કે જ્યારે મારો દીકરો કેવિન હાર્ટ ઘાયલ છે અને હવે તેના ડેડી આવશે. મેં અધવચ્ચે જ હનીમૂન છોડી દીધું છે. હવે હું અને કેલી નવા બેસ્ટ ફ્રેન્ડ છીએ. મળો, આ સોમવારથી. અમે ઘણો જ સારો સમય પસાર કર્યો છે.

કાર આઉટ ઓફ કંટ્રોલ થઈ હતી
કેવિન હાર્ટની કાર ખીણમાં પડી ગઈ હતી. ત્યારબાદ કેવિનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલના અધિકારીઓના મતે, હાર્ટ ‘1970 પ્લાયમાઉથ બારાકુડા’ (વિન્ટેજ કાર)માં બે લોકો સાથે રવિવારે (1 સપ્ટેમ્બર) લોસ એન્જલસ કાઉન્ટીમાં મુલ્હોલેન્ડ પાસેથી પસાર થતો હતો. ચાલક જેરેડ બ્લેકે કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તેને કારણે કાર ખીણમાં પડી ગઈ હતી.

X
the rock aka Dwayne Johnson leaves honeymoon early to fill in for injured Kevin Hart
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી