ઓસ્કર 2020 / અવોર્ડ સેરેમનીમાં રેડ કાર્પેટ પર સેલેબ્સે 7 ફરારી આવી જાય એટલી કિંમતની જ્વેલરી પહેરી હતી

શર્લિઝ થેરન
શર્લિઝ થેરન
ઝેઝી બીટ્સ, સ્કારલેટ જોહેન્સન, ગેલ ગડોટ
ઝેઝી બીટ્સ, સ્કારલેટ જોહેન્સન, ગેલ ગડોટ

  • સેલેબ્સે 9 કરોડથી લઈને 35 કરોડ રૂપિયાની જ્વેલરી પહેરી હતી 

Divyabhaskar.com

Feb 11, 2020, 05:08 PM IST

હોલિવૂડ ડેસ્ક: એકેડમી અવોર્ડ્સમાં સેલેબ્રિટીઝ રેડ કાર્પેટ પર દમદાર લુકમાં જોવા મળ્યા હતા. સેલેબ્સે ડ્રેસની સાથે મોંઘીદાટ જ્વેલરી પણ પહેરી હતી. આ સેરેમનીમાં એક્ટર્સ 9 કરોડથી લઈને 35 કરોડ રૂપિયાની જ્વેલરી પહેરીને આવ્યા હતા.

શર્લિઝ થેરન

એક્ટ્રેસ શર્લિઝ થેરને રેડ કાર્પેટ પર સૌથી મોંઘી જ્વેલરી પહેરી હતી. Tiffany & Co. બ્રાન્ડનો ડાયમંડથી ભરેલો પ્લેટિનમ સેટ પહેર્યો હતો. તેના પેન્ડન્ટમાં 165 ડાયમંડ હતા. આની કિંમત 5 મિલિયન ડોલરથી પણ વધુ એટલે કે અંદાજે 36 કરોડ રૂપિયાથી પણ વધુ હતી.

શર્લિઝ થેરનને ઓસ્કરમાં તેની ફિલ્મ ‘બોમ્બશેલ’ માટે બેસ્ટ એક્ટ્રેસનું નોમિનેશન મળ્યું હતું.

સ્કારલેટ જોહેન્સન
એક્ટ્રેસ સ્કારલેટ જોહેન્સને Forevermark બ્રાન્ડની જવેલરી પહેરી હતી. જેમાં ડાયમંડ ધરાવતી વ્હાઇટ ગોલ્ડ ઇઅરિંગ અને બ્રેસલેટ સામેલ હતા. આ જવેલરીની કિંમત અંદાજે 18 કરોડ રૂપિયા ($2.5 million) છે.

સ્કારલેટ જોહેન્સનને ઓસ્કરમાં બે નોમિનેશન મળ્યા હતા. ‘મેરેજ સ્ટોરી’ માટે બેસ્ટ એક્ટ્રેસ અને ‘જોજો રેબિટ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનું નોમિનેશન મળ્યું હતું.

ગેલ ગડોટ
‘વન્ડર વુમન’ એક્ટ્રેસ ગેલ ગડોટે પ્લેટિનમનું ડાયમંડ નેકલેસ પહેર્યું હતું. તેની કિંમત 14 કરોડ રૂપિયા ($2 million)થી વધુ હતું.

ઝેઝી બીટ્સ
એક્ટ્રેસ ઝેઝી બીટ્સે Bulgari Divas’ Dream કલેક્શનનું 78 કેરેટ ડાયમંડવાળું વ્હાઇટ ગોલ્ડ નેકલેસ પહેર્યું હતું. તેની કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા ($1.3 million) હતી. ઝેઝી બીટ્સ ‘જોકર’ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સામેલ હતી.

X
શર્લિઝ થેરનશર્લિઝ થેરન
ઝેઝી બીટ્સ, સ્કારલેટ જોહેન્સન, ગેલ ગડોટઝેઝી બીટ્સ, સ્કારલેટ જોહેન્સન, ગેલ ગડોટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી