બોક્સ ઓફિસ / ફિલ્મ 'જોકરે' 6 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, ચાહકો ઓસ્કર અવોર્ડ આપવાની માગ કરી રહ્યા છે

The film 'Joker' has a turnover of Rs 6,000 crore, fans are demanding for an Oscar Award

Divyabhaskar.com

Nov 05, 2019, 09:33 AM IST

હોલિવૂડ ડેસ્કઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'જોકરે' કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બોક્સ ઓફિસના ડેટા અનુસાર, ટેડ ફિલીપ્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે શનિવાર સુધીમાં 900 મિલિયન ડોલરનો બિઝનેસ કરી લીધો છે. આ ઉપરાંત, આ ફિલ્મ 'ડેડપૂલ'ના 783 મિલિયનના ડોલરના રેકોર્ડને પછાડીને ટોપ ગ્રોસિંગ R રેટેડ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મમાં જોકરનો મુખ્ય રોલ જોકિન ફિનિક્સે પ્લે કર્યો છે.

રિપોર્ટ અનુસાર, 'જોકરે' અમેરિકામાં 299 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો છે, જ્યારે દુનિયાભરમાં 602 મિલિયન ડોલરની કમાણી કરી છે. ફિલ્મ નિષ્ણાતો અનુસાર, થિયેટરમાંથી ઉતરતા પહેલાં આ ફિલ્મ 950 મિલિયન ડોલરની કમાણી કરે એવી સંભાવના છે.

ચાહકો ઓસ્કની માગ કરી રહ્યા છે

ફિલ્મમાં જોકરનો રોલ પ્લે કરી રહેલા જોકિન ફિનિક્સની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. એટલે સુધી કે ફેન્સ તેના માટે ઓસ્કરની માગ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, 'બેટમેન ડાર્ક નાઇટ'માં જોકરનો કિરદાર પ્લે કરનાર હીથ લેઝરને જોકિન ફિનિક્સે સારી ટક્કર આપી છે. હીથને જોકર રોલ માટે ઓસ્કર આપવામાં આવ્યો હતો. જોકરના રોલમાં ઢળવા માટે જોકિને 23 કિલો સુધી વજન ઘટાડ્યું હતું.

X
The film 'Joker' has a turnover of Rs 6,000 crore, fans are demanding for an Oscar Award
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી