ફોર્બ્સ લિસ્ટ / દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારી સિંગર ટેલર સ્વિફ્ટ, એક દિવસની કમાણી 3.62 કરોડ રૂપિયા

Taylor Swift Tops Forbes' List as the Highest Paid Woman in Music

  • આ લિસ્ટમાં બિયોન્સે બીજા નંબર પર જ્યારે રિહાના ત્રીજા નંબર પર છે
     

Divyabhaskar.com

Aug 28, 2019, 06:01 PM IST

હોલિવૂડ ડેસ્ક: ફોર્બ્સે મ્યૂઝિક ક્ષેત્રે સૌથી વધારે કમાણી કરનારા સિંગર્સનું લીસ્ટ જાહેર કર્યું. આ લિસ્ટમાં અમેરિકન પૉપ સિંગર ટેલર સ્વિફ્ટ પ્રથમ નંબર પર છે. ફોર્બ્સ પ્રમાણે, 'હાઈએસ્ટ પેડ સેલિબ્રિટી' ટેલર સ્વિફ્ટની એક વર્ષની કમાણી 185 મિલિયન ડોલર એટલે કે 1322 કરોડ રૂપિયા છે. તેની એક દિવસની કમાણી 3.62 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં બિયોન્સે બીજા નંબર પર જ્યારે રિહાના ત્રીજા નંબર પર છે.

ફોર્બ્સે ગયા મહિને સૌથી વધારે કમાણી કરતા ગ્લોબલ સેલેબ્સની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં પણ ટેલર પ્રથમ નંબર પર હતી. આ લિસ્ટમાં માત્ર બે મહિલાઓને જ સ્થાન મળ્યું છે.

અમેરિકન સિંગર અને તેની કમાણી

ટેલર સ્વિફ્ટ 1322 કરોડ રૂપિયા
બિયોન્સે 578 રૂપિયા
રિહાના 442 રૂપિયા
કેટી પેરી 410 રૂપિયા
પિન્ક 406 રૂપિયા


રિપોર્ટ પ્રમાણે, ટેલર સ્વિફ્ટ પાસે 600 કરોડ રૂપિયાથી પણ વધારે સ્થાયી સંપત્તિ છે. તેની પાસે ચાર અલગ-અલગ સ્ટેટમાં 8થી પણ વધારે સંપત્તિઓ છે. ટેલરે પોતાની કમાણીનો મોટો ભાગ રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કર્યો છે.

X
Taylor Swift Tops Forbes' List as the Highest Paid Woman in Music
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી