અમેરિકન મ્યૂઝિક એવોર્ડ્સ / ટેલર સ્વિફ્ટે કિંગ ઓફ પોપ માઈકલ જેક્સનનો ઓલ ટાઈમ વિન્સનો રેકોર્ડ તોડ્યો

Taylor Swift Breaks Michael Jackson's Record for All-Time Wins in American Music Awards

Divyabhaskar.com

Nov 25, 2019, 11:38 AM IST

લોસ એન્જલસઃ કેલિફોર્નિયાના માઈક્રોસોફ્ટ થિયેટરમાં 24 નવેમ્બરે અમેરિકન મ્યૂઝિક એવોર્ડ્સ (AMA) યોજાઈ ગયા. આ એવોર્ડમાં સૌથી વધુ એવોર્ડ (પાંચ) સિંગર ટેલર સ્વિફ્ટને મળ્યાં છે. અત્યાર સુધી ટેલર સ્વિફ્ટે 28 AMA એવોર્ડ્સ જીતી લીધા છે. આ સાથે જ સિંગરે સ્વ. માઈકલ જેક્સનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માઈકલ જેક્સને 24 AMA એવોર્ડ્સ જીત્યા હતાં.

શરૂઆતથી લઈ અંત સુધી ટેલર સ્વિફ્ટ છવાયેલી રહી
એવોર્ડ્સની શરૂઆતથી લઈ અંત સુધી ટેલર સ્વિફ્ટ છવાયેલી રહી હતી. તેને અલગ-અલગ કેટેગરીમાં પાંચ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી.

આ સ્ટાર્સે પર્ફોમન્સ આપ્યું
સેલેના ગોમેઝે ‘લુઝ યુ ટૂ લવ મી’ સહિતના પોતાના સોંગ્સ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. ચાહકો સેલેનાના પર્ફોર્મન્સ પર મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. આ શોને આર એન્ડ બી સિંગર સિયારાએ હોસ્ટ કર્યો હતો. સેલેના ઉપરાંત શાઈના, ગ્રીન ડે, જોનાસ બ્રધર્સ, દુઆ લિપા તથા ક્રિસ્ટિના તથઆ એ ગ્રેટ બિગ વર્લ્ડે પર્ફોર્મન્સ આપ્યા હતાં.

વિનર લિસ્ટ

કેટેગરી વિજેતાનું નામ
આર્ટિસ્ટ ઓફ ધ ડિકેડ ટેલર સ્વિફ્ટ
આર્ટિસ્ટ ઓફ ધ યર ટેલર સ્વિફ્ટ
ન્યૂ આર્ટિસ્ટ ઓફ ધ યર બિલી આઈલિશ
કોલૅબ્રેશન ઓફ ધ યર શૉન મેન્ડેસ એન્ડ કમીલા કબેલો
ટૂર ઓફ ધ યર બીટીએસ
ફેવરિટ મ્યૂઝિક વીડિયો ટેલર સ્વિફ્ટ (યુ નીડ ટુ કામ ડાઉન)
ફેવરિટ સોશિયલ આર્ટિસ્ટ બીટીએસ
ફેવરિટ મેલ આર્ટિસ્ટ (પોપ/રોક) ખાલીદ
ફેવરિટ ફિમેલ આર્ટિસ્ટ (પોપ/રોક) ટેલર સ્વિફ્ટ
ફેવરિટ ડ્યૂઓ અથવા ગ્રૂપ (પોપ/રોક) બીટીએસ
ફેવરિટ આલ્બમ (પોપ/રોક) ટેલર સ્વિફ્ટ (લવર)
ફેવરિટ સોંગ (પોપ/રોક) હાલ્સે (વીથઆઉટ મી)
ફેવરિટ મેલ આર્ટિસ્ટ (કાઉન્ટ્રી) કેન બ્રાઉન
ફેવરિટ ફિમેલ આર્ટિસ્ટ (કાઉન્ટ્રી) કેરી અન્ડરવૂડ
ફેવરિટ ડ્યૂઓ અથવા ગ્રૂપ (કાઉન્ટ્રી) ડેન+શૅ
ફેવરિટ આલ્બમ (કાઉન્ટ્રી) કેરી અન્ડરવૂડ (ક્રાય પ્રિટી)
ફેવરિટ સોંગ (કાઉન્ટ્રી) ડેન+શૅ (સ્પીચલેસ)
ફેવરિટ આર્ટિસ્ટ (રૅપ/હિપહોપ) કાર્ડી બી
ફેવરિટ આલ્બમ (રૅપ/હિપહોપ) પોસ્ટ મેલોન (હોલિવૂડ બ્લિડિંગ)
ફેવરિટ સોંગ (રૅપ/હિપહોપ) લીલ નાસ બીલી રે સાયરસ (ઓલ્ડ ટાઉન રોડ)
ફેવરિટ મેલ આર્ટિસ્ટ (સોલ/આરએન્ડ બી) બ્રૂનો માર્સ
ફેવરિટ ફિમેલ આર્ટિસ્ટ (સોલ/આરએન્ડ બી) બિયોન્સે
ફેવરિટ આલ્બમ (સોલ/આરએન્ડ બી) ખાલીદ (ફ્રી સ્પિરિટ)
ફેવરિટ સોંગ (સોલ/આરએન્ડ બી) ખાલીદ (ટોક)
ફેવરિટ આર્ટિસ્ટ (ઓલ્ટરનેટિવ રોક) બિલી આઈલિશ
ફેવરિટ આર્ટિસ્ટ (એડલ્ટ કન્ટેમ્પરરિ) ટેલર સ્વિફ્ટ
ફેવરિટ આર્ટિસ્ટ (લેટિન) જે બાલ્વીન
ફેવરિટ આર્ટિસ્ટ (કન્ટેમ્પરરિ ઈન્સ્પીરેશનલ) લૌરેન ડાઈગલે
ફેવરિટ આર્ટિસ્ટ (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યૂઝિક) માર્શમેલો
ફેવરિટ સાઉન્ડ ટ્રેક ક્વીન (બોહેમિયન રેપ્સોડી)

X
Taylor Swift Breaks Michael Jackson's Record for All-Time Wins in American Music Awards
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી