ટીઝર / ‘રેમ્બો: લાસ્ટ બ્લડ’ના લેટેસ્ટ ટીઝરમાં 37 વર્ષ પહેલાના સિલ્વેસ્ટર સ્ટેલોનની ઝલક જોવા મળી

Sylvester Stallone Starer Rambo Last Blood new teaser Released
Sylvester Stallone Starer Rambo Last Blood new teaser Released
Sylvester Stallone Starer Rambo Last Blood new teaser Released

Divyabhaskar.com

Aug 22, 2019, 09:57 AM IST

હોલિવૂડ ડેસ્ક: લગભગ 4 દાયકા અને 4 ફિલ્મો બાદ ફરીવાર રેમ્બોનું કમબેક થયું છે. સિલ્વેસ્ટર સ્ટેલોનની ફિલ્મ ‘રેમ્બો: લાસ્ટ બ્લડ’નું લેટેસ્ટ ટીઝર તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ ટીઝરની ખાસિયત એ છે કે તેમાં 1982માં રિલીઝ થયેલ ‘રેમ્બો: ફર્સ્ટ બ્લડ’ અને 1985માં રિલીઝ થયેલ ‘રેમ્બો: ફર્સ્ટ બ્લડ પાર્ટ 2’ની ઝલક પણ જોવા મળી છે. 73 વર્ષીય સિલ્વેસ્ટર સ્ટેલોને ઈન્ટાગ્રામ પર ટીઝરને બીજી વખત શેર કરતા લખ્યું કે, ‘બ્રાન્ડ ન્યૂ ટીઝર. હું આ ફુલ ફ્રેમને ફરી પોસ્ટ કરી રહ્યો છું. બીજીવારમાં વધુ સારું લાગે છે. રેમ્બોએ કહ્યું હતું, તેમણે શરૂ કર્યું છે હું ખતમ કરીશ.’

આ ફિલ્મમાં પણ સિલ્વેસ્ટર સ્ટેલોન તેમના હથિયાર ધનુષ સાથે દેખાયા છે જેને તેમણે અગાઉની ચાર ફિલ્મોમાં પણ યુઝ કર્યું છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે. ભારતમાં પણ ફિલ્મ એ જ દિવસે અંગ્રેજીની સાથે હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.

X
Sylvester Stallone Starer Rambo Last Blood new teaser Released
Sylvester Stallone Starer Rambo Last Blood new teaser Released
Sylvester Stallone Starer Rambo Last Blood new teaser Released
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી