ટ્રોલિંગ / સિલ્વેસ્ટર સ્ટેલોને સેલ્ફી માટે માગ્યા 1000થી વધુ ડોલર , ફેન્સે કહ્યું- તમને મળવા માટે કિડની નહીં વેચીએ

Sylvester Stallone slammed for charging over 1000 USD for selfies in An Evening with him
Sylvester Stallone slammed for charging over 1000 USD for selfies in An Evening with him

Divyabhaskar.com

Jun 25, 2019, 05:00 PM IST

હોલિવૂડ ડેસ્ક: ‘રેમ્બો: લાસ્ટ બ્લડ’ ફિલ્મના પ્રમોશન માટે એક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોન માન્ચેસ્ટર, લંડન અને બર્મિંગહામ જવાના છે. 72 વર્ષીય સિલ્વેસ્ટરે તે દરમ્યાન થનારી ઇવેન્ટમાં સેલ્ફી લેનાર પર ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. તેની કિંમત તેણે 1081 ડોલર રાખી છે પરંતુ આ નિર્ણયને ફેન્સ ખૂબ જ અયોગ્ય ગણી રહ્યા છે.

એન ઇવનિંગ વિથ સિલ્વેસ્ટર
સ્ટેલોનની આગામી ટૂર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થવાની છે. આ પ્રમોશનલ ટૂરની ટિકિટનો ભાવ અગાઉ 160 ડોલર રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને પ્રીમિયમ ફોટો એક્સપિરિયન્સના નામ પર 1081 ડોલર કરી દેવામાં આવ્યો. પેકેજમાં બ્લેક ટાઈ ડિનર 3 દિવસ હશે જેમાં ફેન્સને લાઈવ સ્ટેજ ઇન્ટરવ્યૂ જોવા મળશે. સાથે થ્રી કોર્સ ડિનર પણ હશે. ઉપરાંત સાઈન કરેલી વસ્તુની હરાજી પણ રાખવામાં આવશે.

ફેન્સે કહ્યું કિડની નહીં વેચીએ
ફોક્સ ન્યૂઝની ખબર મુજબ જ્યારે ફેન્સને આ બાબતની જાણ થઇ તો તેમણે સિલ્વેસ્ટરને ઘણો ટ્રોલ કર્યો. એક યુઝરે કહ્યું કે, આ ઘણી શરમજનક વાત છે. તમને મળવા માટે એક કિડની વેચવાની જરૂર નથી. એક યુઝરે કહ્યું કે, આનાથી સારું તો અમે અમારા ફ્રેન્ડ્સ સાથે નાઈટ આઉટ માટે જતા રહીએ.

અધિકારીએ કહ્યું કોસ્ટ કાઢવી જરૂરી
એન એક્સપિરિયન્સ વિથ ઇવેન્ટના ઓફિસર્સે આ ચાર્જને લઈને કહ્યું કે, દરેક બિઝનેસ સાથે કોસ્ટ જોડાયેલી છે અને અમારા માટે પણ તે એમ જ છે. અમને મેનેજમેન્ટથી 150ની અનુમતિ મળી હતી પરંતુ કોઈપણ એ-લિસ્ટર્સ સાથે કામ કરવું હંમેશાં મોંઘું હોય છે.

X
Sylvester Stallone slammed for charging over 1000 USD for selfies in An Evening with him
Sylvester Stallone slammed for charging over 1000 USD for selfies in An Evening with him
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી