રેપ અપ / જેમ્સ બોન્ડ સિરીઝની 25મી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’નું શૂટિંગ પૂરું, ભારતમાં ફિલ્મ 3 એપ્રિલના રોજ રિલીઝ થશે

Shooting complete of James Bond 007 movie No Time To Die

Divyabhaskar.com

Oct 26, 2019, 12:14 PM IST

હોલિવૂડ ડેસ્ક: બોન્ડ સિરીઝની 25મી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઇ’નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગ પાંચમી વખત જેમ્સ બોન્ડનો રોલ નિભાવી રહ્યો છે. સૌથી પહેલા તે 2006માં ‘કસીનો રોયલ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડ તરીકે દેખાયો હતો. ત્યારબાદ તે ‘ક્વોન્ટમ ઓફ સોલેસ’, ‘સ્કાયફોલ’ અને ‘સ્પેક્ટર’ ફિલ્મમાં દેખાયો હતો. હવે તે પાંચમી વખત ‘નો ટાઈમ ટુ ડાઇ’ ફિલ્મમાં જેમ્સ બોન્ડના રોલમાં આખરી વખત દેખાશે. ફિલ્મના ડિરેક્ટર કેરી ફુકુનાગા છે. આ ફિલ્મ ભારતમાં આવતા વર્ષે 3 એપ્રિલના રોજ રિલીઝ થશે.

આ બ્રિટિશ સ્પાય ફ્રેન્ચાઇઝી ફિલ્મમાં ડેનિયલની સાથે ઓસ્કર વિજેતા એક્ટર રામી માલેક પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. રામી માલેક આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ લંડન ઉપરાંત ઇટલી, નોર્વે અને જમૈકામાં થયું છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેના ક્લાઈમેક્સને ત્રણ અલગ અલગ રીતે શૂટ કરવામાં આવ્યું છે.

ખબર મુજબ ડિરેક્ટરે આ મામલે એટલી બધી તકેદારી રાખી છે કે ફિલ્મના લીડ રોલ ડેનિયલને પણ નથી ખબર કે આખરે અંતમાં શું થશે. જોકે આખી ઇન્ડસ્ટ્રીમાં ક્લાઈમેક્સને લઈને અલગ અલગ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં બોન્ડ કિડનેપ કિડનેપ થયેલ વૈજ્ઞાનિકને રહસ્યમય વિલનથી બચાવતા દેખાશે.

X
Shooting complete of James Bond 007 movie No Time To Die
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી