રિટાયરમેન્ટ / રૈપર નિક્કી મિનાજે બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ સંન્યાસની જાહેરાત કરી

Rapper Nicki Minaj announces her retirement after deciding to marry a boyfriend

Divyabhaskar.com

Sep 06, 2019, 04:48 PM IST

લોસ એન્જલસઃ ઓનિકા તાન્યા મરાજ એટલે કે રૈપર નિક્કી મિનાજ હવે મ્યૂઝિક વર્લ્ડમાંથી સંન્યાસ લઈ રહી છે. નિક્કીએ આ વાતની માહિતી ટ્વિટર પર આપી છે. મિનાજનો જન્મ ત્રિનિદાદના સેન્ટ જેમ્સમાં થયો હતો. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં નિક્કી ન્યૂ યોર્કના ક્વીન્સ બોરોમાં રહેવા આવી હતી. નિક્કીનો ફર્સ્ટ આલ્બમ ‘પિંક ફ્રાઈડે’ નવેમ્બર 2010માં રિલીઝ થયો હતો.

ટ્વીટ કરીને કહ્યું, મને ખ્યાલ છે, હવે બધા ખુશ છે
નિક્કીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મેં રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લીધો છે. હવે મારે મારો પરિવાર શરુ કરવો છે. મને ખ્યાલ છે કે તમે લોકો ઘણાં જ ખુશ છો.’

બોયફ્રેન્ડ કેનેથ સાથે લગ્ન કરશે
નિક્કીએ ક્વીન રેડિયો શો દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે આગામી દિવસોમાં કેનેથ સાથે લગ્ન કરવાની છે. આટલું જ નહીં નિક્કીએ ટ્વિટર હેન્ડલ પર પોતાનું નામ મિસિસ પેટ્ટી કર્યું છે. કેનેથ તથા નિક્કી ડિસેમ્બર 2018થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

અત્યાર સુધી આટલાં એવોર્ડ્સ મળ્યાં
વર્ષ 2011થી 2016 દરમિયાન નિક્કી 10 વાર ગ્રેમી એવોર્ડ્સ માટે નોમિનેટ થઈ હતી. તેને પહેલી વાર વર્ષ 2012માં ‘માય ચિક બેડ’ માટે ગ્રેમી એવોર્ડ્સ મળ્યો હતો. મિનાજને અમેરિકન મ્યૂઝિક એવોર્ડ્સમાં ફેવરિટ રૈપ હિપ હોપ આર્ટિસ્ટ, ત્રણ વાર એમટીવી વીડિયો મ્યૂઝિક એવોર્ડ ફોર બેસ્ટ હિપ હોપ વીડિયો તથા એકવાર બેસ્ટ ફીમેલ વીડિયો એવોર્ડ સ્ટાર શિપ્સ મળ્યો છે.

X
Rapper Nicki Minaj announces her retirement after deciding to marry a boyfriend
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી