તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફેમ ડિરેક્ટર ડ્યુઓ રુસો બ્રધર્સની વેબ સિરીઝ ‘સિટડલ’માં પ્રિયંકા ચોપરા જોવા મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આ સિરીઝના ઇન્ડિયા, ઇટલી અને મેક્સિકોના એમ ત્રણ વર્ઝન હશે
 • ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની વેબ સિરીઝમાં પ્રિયંકાની સાથે રિચર્ડ મેડન પણ લીડ રોલમાં

હોલિવૂડ ડેસ્ક: ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની વેબ સિરીઝ ‘સિટડલ (Citadel)’માં પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. ‘એવેન્જર્સ: એન્ડગેમ’ ફેમ ડિરેક્ટર ડ્યુઓ રુસો બ્રધર્સની આ વેબ સિરીઝમાં પ્રિયંકા ચોપરાની સાથે રિચર્ડ મેડન પણ લીડ રોલમાં છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કરતાં લખ્યું કે, ‘રિચર્ડ અને રુસો બ્રધર્સ સાથે કામ કરવા માટે રાહ જોઈ શકું એમ નથી. આ મલ્ટિ લેયર ગ્લોબલ ફ્રેન્ચાઇઝી ઇન્ડિયા, ઇટલી અને મેક્સિકોના લોકલ લેન્ગવેજ પ્રોડક્શન સાથે જોડાયેલ હશે. આ ખરેખર એક ગ્લોબલ કન્ટેન્ટ હશે.’

ઇન્ડિયન સિરીઝને રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે. ડેવલપ કરશે અને ‘એમેઝોન સ્ટુડિયોઝ’ સાથે પ્રોડ્યૂસ કરશે. આ શોનું અનાઉન્સમેન્ટ જુલાઈ 2018માં થયું હતું. અગાઉ ઇટલી અને ઇન્ડિયાના જ વર્ઝન રિલીઝ કરવાની જાહેરાત હતી પરંતુ હવે મેક્સિકોનું વર્ઝન પણ હશે.  નિકે પત્ની પ્રિયંકાને તેના આ નવા પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવ્યા હતા. 

આ સિવાય પ્રિયંકા અને નિક પહેલીવાર સાથે મળીને તેમનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ’ પર બંને સાથે મળીને એક સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે. આ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ સિરીઝ પ્રિયંકા અને નિકનાં લગ્નની સંગીત સેરેમનીથી પ્રેરિત હશે. જે રીતે તેમનાં લગ્નમાં સંગીત સેરેમની યોજાઈ હતી એ જ રીતે તેઓ સગાઈ થઇ ગયેલ કપલને તેમનાં લગ્નમાં સંગીત સેરેમની યોજવામાં મદદ કરશે. આ સિરીઝના બંને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર્સ છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો