છૂટાછેડા / પામેલા એન્ડરસને લગ્નના 12 દિવસ પછી પતિ જોન પીટર્સથી છૂટા પડવાનો નિર્ણય લીધો

Pamela Anderson splits from husband Jon Peters after 12 days
Pamela Anderson splits from husband Jon Peters after 12 days

Divyabhaskar.com

Feb 03, 2020, 05:30 PM IST

હોલિવૂડ ડેસ્ક: કેનેડિયન અમેરિકન એક્ટ્રેસ અને મોડેલ પામેલા એન્ડરસને તેના પતિ જોન પીટર્સથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. 74 વર્ષીય ફિલ્મ પ્રોડ્યૂસર જોન પીટર્સ અને 52 વર્ષીય પામેલાએ લગ્નના 12 દિવસ બાદ આ નિર્ણય લીધો છે. કેલિફોર્નિયાના માલિબુમાં 20 જાન્યુઆરીના રોજ તેમણે લગ્ન કર્યાં હતાં. પામેલાએ જણાવ્યું કે, ‘અમે તમારા સપોર્ટ બદલ આભાર માનીએ છીએ. અમે થોડો સમય અલગ રહીને ફરીથી બધું મૂલ્યાંકન કરવા માગીએ છીએ કે અમે જિંદગી અને એકબીજા પાસેથી શું ઇચ્છીએ છીએ. લાઈફ એક જર્ની છે અને લવ પ્રોસેસ છે. આ યુનિવર્સલ સત્યને ધ્યાનમાં રાખીને અમે બંનેએ આ સાથે મળીને નક્કી કર્યું છે અને અમે અમારાં મેરેજ સર્ટિફિકેટની લીગલ પ્રોસેસ મૂકી દીધી છે અને પ્રોસેસ પર ભરોસો મૂક્યો છે.’

52 વર્ષીય પામેલા એન્ડરસનને ‘બેવોચ’ સિરીઝને કારણે ઘણી નામના મળી હતી. ઉપરાંત ‘પ્લેબોય’ મેગેઝીનના 13 કવર પર તેઓ ફીચર થયાં હતાં. 74 વર્ષીય જોને ‘અ સ્ટાર ઇઝ બોર્ન’, ‘બેટમેન’, ‘બેટમેન રિટર્ન્સ’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. બંને પહેલીવાર 80ના દાયકામાં પ્લેબોય મેન્સનમાં મળ્યાં હતાં.

બંનેએ અગાઉ ચાર લગ્ન કર્યાં હતાં
પામેલાએ અગાઉ ટોમી લી, કિડ રોક અને બે વખત રિક સેલમોન સાથે લગ્ન કર્યાં હતાં. ટોમી લી અને પામેલાના બે દીકરા પણ છે. ત્યારબાદ 2020માં જોન પીટર્સ સાથે લગ્ન કર્યાં હતાં. જ્યારે બીજી બાજુ જોનના પણ અગાઉ ચાર વખત લગ્ન થઇ ચૂક્યાં હતાં. પામેલા તેની પાંચમી પત્ની હતી.

પામેલા અને તેના બે દીકરા
X
Pamela Anderson splits from husband Jon Peters after 12 days
Pamela Anderson splits from husband Jon Peters after 12 days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી