• Home
  • Entertainment
  • Nominations announced at the forefront of the 'Joker' Oscars race with 11 nominations, award function on 9 February

ઓસ્કર અવોર્ડ્સ / 11 નોમિનેશન્સ સાથે ‘જોકર’ ઓસ્કરની રેસમાં સૌથી આગળ, નોમિનેશન્સ જાહેર થયાં, 9 ફેબ્રુઆરીએ અવોર્ડ ફંક્શન

Nominations announced at the forefront of the 'Joker' Oscars race with 11 nominations, award function on 9 February

  • જોકર, ધ આઈરિશમેન, પેરાસાઈટ, વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ, મેરેજ સ્ટોરી જેવી ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા
  • ભારતની ગલી બોય અગાઉ જ ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ ગયેલી
  • શેફ વિકાસ ખન્નાની બનારસની વિધવા સ્ત્રીઓ પર બનેલી નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’ પણ ઓસ્કરનાં ફાઈનલ નોમિનેશન્સમાં સ્થાન પામી શકી નથી

Divyabhaskar.com

Jan 13, 2020, 08:43 PM IST

હોલિવૂડ ડેસ્કઃ 9 ફેબ્રુઆરીએ અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા ઓસ્કર અવોર્ડ્સનાં નોમિનેશન્સ જાહેર થઈ ગયાં છે. તેમાં આ વર્ષે ચારેકોરથી સૌથી વધુ પ્રશંસા પામેલી વૉકિન ફીનિક્સની અદાકારીવાળી ફિલ્મ ‘જોકર’ને વિવિધ કેટેગરીઓમાં થઈને સૌથી વધુ 11 નોમિનેશન્સ મળ્યાં છે, તેમાં બેસ્ટ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાઉથ કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’, પહેલા વિશ્વયુદ્ધ પર બનેલી ‘1917’, સ્કારલેટ જોહાનસન અભિનિત ફિલ્મ ‘મેરેજ સ્ટોરી’ અને ક્રિશ્ચિયન બેલ-મેટ ડેમન સ્ટારર ‘ફોર્ડ વર્સિસ ફેરારી’ બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં સૌથી આગળ મનાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતની સત્તાવાર ઓસ્કર એન્ટ્રી એવી ‘ગલી બોય’ અગાઉ જ ઓસ્કરની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. શેફ વિકાસ ખન્નાની બનારસની વિધવા સ્ત્રીઓ પર બનેલી નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’ પણ ઓસ્કરનાં ફાઈનલ નોમિનેશન્સમાં સ્થાન પામી શકી નથી.

વિવિધ કેટેગરીઓનાં ફાઈનલ નોમિનેશન્સનું લિસ્ટ આ પ્રમાણે છેઃ
બેસ્ટ પિક્ચર
1917
ફોર્ડ વર્સિસ ફેરારી
ધ આઈરિશમેન
જોજો રેબિટ
જોકર
લિટલ વિમેન
મેરેજ સ્ટોરી
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
પેરાસાઈટ

લીડ એક્ટર
એન્ટોનિયો બેન્ડેરાસ (પેઈન એન્ડ ગ્લોરી)
લિયોનાર્ડો ડી કેપ્રિયો (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)
એડમ ડ્રાઈવર (મેરેજ સ્ટોરી)
વૉકિન ફીનિક્સ (જોકર)
જોનાથન પ્રાયસ (ધ ટુ પોપ્સ)

લીડ એક્ટ્રેસ
સિન્થિયા એરિવો (હેરિયેટ)
સ્કારલેટ જોહાનસન (મેરેજ સ્ટોરી)
સિર્શા રોનાન (લિટલ વિમેન)
ચાર્લીઝ થેરોન (બોમ્બશેલ)
રેની ઝેલવેગર (જુડી)

સપોર્ટિંગ એક્ટર
ટોમ હેન્ક્સ (અ બ્યુટિફુલ ડે ઈન ધ નેઈબરહૂડ)
એન્થની હોપકિન્સ (ધ ટુ પોપ્સ)
અલ પચીનો (ધ આઈરિશમેન)
જો પેશી (ધ આઈરિશમેન)
બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)

સપોર્ટિંગ એક્ટ્રેસ
કેથી બેટ્સ (રિચર્ડ જ્વેલ)
લૉરા ડર્ન (મેરેજ સ્ટોરી)
સ્કારલેટ જોહાનસન (જોજો રેબિટ)
ફ્લોરેન્સ પ્યૂ (લિટલ વિમેન)
માર્ગો રોબી (બોમ્બશેલ)

ડિરેક્ટર
બોન્ગ જૂન હો (પેરાસાઈટ)
સામ મેન્ડિસ (1917)
ટોડ ફિલિપ્સ (જોકર)
માર્ટિન સ્કોર્સેઝી (ધ આઈરિશમેન)
ક્વેન્ટિન ટેરેન્ટિનો (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)

એનિમેટેડ ફીચર
હાઉ ટુ ટ્રેઇન યોર ડ્રેગનઃ ધ હિડન વૉલ
આઈ લોસ્ટ માય બોડી
ક્લાઉસ
મિસિંગ લિન્ક
ટોય સ્ટોરી 4

એનિમેટેડ શોર્ટ
સેરા (ડોટર)
હેર લવ
કિટબુલ
મેમોરેબલ
સિસ્ટર

અડેપ્ટેડ સ્ક્રીનપ્લે
ધ આઈરિશમેન (સ્ટિવન ઝેલિયન)
જોજો રેબિટ (તાઈકા વાઈતિતિ)
જોકર (ટોડ ફિલિપ્સ, સ્કોટ સિલ્વર)
લિટલ વિમેન (ગ્રેટા જર્વિગ)
ધ ટુ પોપ્સ (એન્થની મેકકાર્ટન)

ઓરિજિનલ સ્ક્રીનપ્લે
1917 (સામ મેન્ડિસ, ક્રિસ્ટી વિલ્સન-કેર્ન્સ)
નાઈવ્સ આઉટ (રિઆન જ્હોનસન)
મેરેજ સ્ટોરી (નોઆ બોમ્બાક)
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ (ક્વેન્ટિન ટેરેન્ટિનો)
પેરાસાઈટ (બોન્ગ જૂન હો, જિન વોન હાન)

સિનેમેટોગ્રાફી
1917 (રોજર ડીકિન્સ)
ધ આઈરિશમેન (રોડ્રિગો પ્રિએટો)
જોકર (લોરેન્સ શૅર)
ધ લાઈટહાઉસ (જારિન બ્લાશ્કે)
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ (રોબર્ટ રિચર્ડસન)

બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર
અમેરિકન ફેક્ટરી
ધ કેવ
ધ એજ ઓફ ડેમોક્રસી
ફોર સમા
હનીલેન્ડ

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ
ઈન ધ એબ્સન્સ
લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન વોરઝોન (ઈફ યુ આર અ ગર્લ)
લાઈફ ઓવરટેક્સ મી
સેન્ટ લુઈ સુપરમેન
વોક રન ચા-ચા

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ
બ્રધરહૂડ
નેફ્ટા ફૂટબોલ ક્લબ
ધ નેબર્સ વિન્ડો
સરિઆસ
અ સિસ્ટર

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ
કોર્પસ ક્રિસ્ટી (પોલેન્ડ)
હનીલેન્ડ
લા મિઝરેબલ્સ (ફ્રાન્સ)
પેઈન એન્ડ ગ્લોરી (સ્પેન)
પેરાસાઈટ (સાઉથ કોરિયા)

ફિલ્મ એડિટિંગ
ફોર્ડ વર્સિસ ફેરારી (એન્ડ્ર્યુ બકલેન્ડ, માઈકલ મેકકસ્કર)
ધ આઈરિશમેન (થેલ્મા શૂનમેકર)
જોજો રેબિટ (ટોમ ઈગલ્સ)
જોકર (જેફ ગ્રોથ)
પેરાસાઈટ (જિન્મો યાંગ)

સાઉન્ડ એડિટિંગ
1917
ફોર્ડ વર્સિસ ફેરારી
જોકર
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
સ્ટાર વોર્સઃ ધ રાઈઝ ઓફ સ્કાયવોકર

સાઉન્ડ મિક્સિંગ
1917
એડ એસ્ટ્રા
ફોર્ડ વર્સિસ ફેરારી
જોકર
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ

પ્રોડક્શન ડિઝાઈન
1917
ધ આઈરિશનેમન
જોજો રેબિટ
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
પેરાસાઈટ

ઓરિજિનલ સ્કોર
જોકર
લિટલ વિમેન
મેરેજ સ્ટોરી
1917
સ્ટાર વોર્સઃ ધ રાઈઝ ઓફ સ્કાયવોકર

ઓરિજિનલ સોન્ગ
આઈ કાન્ટ લેટ યુ થ્રો યોરસેલ્ફ અવે (ટોય સ્ટોરી 4)
આઈ એમ ગોના લવ મી અગેઇન (રોકેટમેન)
આઈ એમ સ્ટેન્ડિંગ વિથ યુ (બ્રેકથ્રૂ)
ઈન્ટુ ધ અનનોન (ફ્રોઝન 2)
સ્ટેન્ડ અપ (હેરિયટ)

કોશ્ચ્યૂમ ડિઝાઈન
જોજો રેબિટ
જોકર
લિટલ વિમેન
વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
ધ આઈરિશમેન

વિઝ્યુઅલ ઈફેક્ટ્સ
અવેન્જર્સઃ એન્ડગેમ
ધ આઈરિશમેન
ધ લાયન કિંગ
1917
સ્ટાર વોર્સઃ ધ રાઈઝ ઓફ સ્કાયવોકર

X
Nominations announced at the forefront of the 'Joker' Oscars race with 11 nominations, award function on 9 February

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી