ટાઈમ મેગેઝીન / પહેલાં વિશ્વ યુદ્ધની લાઈવ તસવીર બતાવે છે સેમ મેન્ડેસેની ‘1917’, જર્મન સેનાની પીછેહઠની વાત છે

Movie '1917' The True History Behind
X
Movie '1917' The True History Behind

Divyabhaskar.com

Jan 12, 2020, 01:07 PM IST

કાર્લ વિકઃ પ્રથમ વિશ્વયુદ્ધ અત્યંત વિનાશકારી હતું. જનરલોએ અગ્રીમ મોરચે બનેલી સુરંગથી લડાઈનું નેતૃત્વ કર્યુ હતું. સુરંગથી બહાર નીકળેલા હજારો યુવા સૈનિક મૃત્યુ પામ્યાં હતાં. 1957માં આઈ સ્ટેનલી ક્યૂબ્રિકની ફિલ્મ ‘પાથ્સ ઓફ ગ્લોરી’એ આ સ્થિતિનું શાનદાર ચિત્રણ કર્યુ. નવી ફિલ્મ ‘1917’માં યુદ્ધની સ્થિતિને ઝડપી ગતિએ રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. ડિરેક્ટર સેમ મેન્ડેસે જર્મન સેનાની પીછેહઠનાં રહસ્યોને રજૂ કર્યા છે. 

ફિલ્મમાં સંદેશવાહકોના માધ્યમથી ચેતવણી મોકલવામાં આવી હતી કે પીછેહઠ થવાની હિલચાલ બ્રિટિશ કમાન્ડરને હુમલો કરવા માટે જાળમાં ફસાવાની રણનીતિનો હિસ્સો છે. ફિલ્મના દૃશ્ય વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે જોડાયેલાં છે. યુદ્ધ દરમિયાન સેનાના હિન્ડેનબર્ગ લાઇનથી પીછેહઠ કરવા પર આધારિત આ ફિલ્મની વાર્તા છે. મેન્ડેસે કહ્યું હતું, મેં જાણીજોઇને જોખમ ખેડ્યું હતું મેન્ડેસે ક્રિસ્ટી વિલસન કેર્ન્સ સાથે સ્કિપ્ટ લખી હતી. તેમને આ ફિલ્મનો આઈડિયા તેમના દાદાની વાર્તાઓમાંથી મળ્યો હતો. તે પશ્ચિમી મોરચે તહેનાત બ્રિટિશ સેનાના મેસેન્જર હતાં. તેમણે મેન્ડેસ અને તેમના પિતાને એ દિવસની વિગતો જણાવી હતી. 

અનિશ્ચતતા જાળવી રાખવા માટે મુખ્ય ભૂમિકાઓમાં ઓછા લોકપ્રિય એક્ટર્સને લેવામાં આવ્યા છે. ‘ગેમ ઓફ થ્રોન્સ’ના ડીન ચાર્લ્સ ચેપમેન મહત્ત્વપૂર્ણ સંદેશ લઈ જનારા મેસેન્જર બ્લેકના રોલમાં છે. બીજા મેસેન્જર સ્કોફિલ્ડની ભૂમિકા જ્યોર્જ મેકેએ ભજવી છે. 6740 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ પર હોલિવૂડની છાપ છે. મેન્ડેસે 2000માં ઓસ્કર એવોર્ડ જીતનાર ફિલ્મ ‘અમેરિકન બ્યૂટી’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેણે જેમ્સ બોન્ડની બે ફિલ્મ્સ પણ ડિરેક્ટ કરી છે. 
 

સ્ક્રીન પર પ્રથમ વિશ્વયુદ્ધની ઝાંખી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી