પુણ્યતિથિ / આજે પણ લોકોના દિલમાં ‘કિંગ ઓફ પોપ’ માઈકલ જેક્સન જીવંત છે, તેના નામ પર અબજોની કમાણી થાય છે

Michael Jackson 10th death anniversary

Divyabhaskar.com

Jun 25, 2019, 06:14 PM IST

હોલિવૂડ ડેસ્ક:માઈકલ જેક્સનને આજે મૃત્યુ પામ્યાને 10 વર્ષ પૂરાં થયાં. ‘કિંગ ઓફ પોપ’થી જાણીતા માઈકલ જેક્સન 25 જૂન, 2009ના રોજ મૃત્યુ પામ્યા હતા. તેમના અચાનક મૃત્યુથી તેમના ફેન્સને એકદમ શોક લાગ્યો હતો. લોસ એન્જેલસમાં તેમના ઘરમાં તેમનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હતું.

26 અમેરિકન મ્યુઝિક એવોર્ડ્સ
માઈકલ એકમાત્ર એવા સિંગર છે જેમને રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમને કુલ 26 અમેરિકન મ્યુઝિક એવોર્ડ્સ મળ્યા હતા. માઈકલના ફેન્સ આજેપણ આખી દુનિયામાં છે. તેમને જેટલી પ્રતિષ્ઠા મળી એટલી બદનામી પણ મળી હતી.

બાળકોનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો
દેવું અને બાળકોના યૌન શોષણના આરોપોઓએ તેમને અંતિમ સમય સુધી સૌથી વધુ તકલીફ આપી હતી. તેમના પર 2005માં તેમના જ બે ભત્રીજાનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. જોકે તેમના પર લાગેલ આરોપ સાબિત થયા ન હતા. જેક્સનનું કહેવું હતું કે, તે બાળકોને ખૂબ ચાહે છે અને તેમના પર લાગેલા આરોપ એકદમ પાયાવિહોણા છે. તેમના વિરુદ્ધ ચાર મહિના સુધી કેસ ચાલ્યો હતો. જોકે તે કેસના અંતે તે દોષી સાબિત થયા ન હતા.

માઈકલ દેવામાં ગળાડૂબ હતા
જ્યારે માઇકલનું મૃત્યુ થયું ત્યારે તેમના પર ઘણું દેવું હતું. તેમના મૃત્યુ પછી તેમના નામ પર થતી કમાણીને આધારે જ પરિવારે દેવું ભરપાઈ કર્યું હતું. 2018માં તેમના નામ પર 28.40 અબજથી પણ વધુ કમાણી થઇ હતી. મૃત્યુ બાદ જૂનાં આલ્બમ અને અન્ય ડીલ્સને કારણે જેક્સનના નામે દર વર્ષે અબજો રૂપિયાની કમાણી થાય છે. તેમની કમાણીમાં ‘હેલોવીન’ અને ‘સ્ક્રીમ’ આલ્બમને કારણે ઘણો ફાયદો થયો. ‘ફોર્બ્સ’ના લિસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી માઈકલ ટોપ પર જ છે. 2018માં બીજા નંબર પર મૃત્યુ પામેલ સિંગર એલ્વિસ પ્રેસ્લી હતા.

‘ફોર્બ્સ’ મેગેઝીન અનુસાર, 25 જૂન, 2009ના રોજ મૃત્યુ થયા બાદ અત્યારસુધીના વર્ષોમાં માઈકલ જેક્સનના નામ પર 2.4 બિલિયન ડોલર (17,110 કરોડ રૂપિયા)ની કમાણી થઇ છે.

X
Michael Jackson 10th death anniversary
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી