અપકમિંગ / માર્વલની કમલા ખાન પહેલી મુસ્લિમ સુપરહિરો, નવેમ્બરમાં લોન્ચ થશે

Marvel's Kamala Khan, the first Muslim superhero, will launch in November

Divyabhaskar.com

Aug 25, 2019, 12:34 PM IST

લોસ એન્જલસઃ માર્વલ સ્ટૂડિયો હવે પહેલી જ વાર મુસ્લિમ સુપરહિરોને લોન્ચ કરશે. માર્વલ સ્ટૂડિયોમાં ટૂંક સમયમાં જ પહેલી મુસ્લિમ સુપરહિરો ‘મિસ માર્વલ’ની એન્ટ્રી થવાની છે. માર્વલ ચીફ કેવિન ફીજે એક ઈવેન્ટની આ વાતની જાહેરાત કરી હતી.

શું કહ્યું કેવિને?
શુ્ક્રવાર (23 ઓગસ્ટ)ના રોજ આયોજીત એક ફેન ઈવેન્ટ D23 એક્સપોમાં કેવિને ‘મિસ માર્વલ’ના લોન્ચિંગની જાહેરાત કરીને કહ્યું હતું, ‘મિસ માર્વલની સાથે ફિક્શનલ કેરેક્ટર કમલા ખાન પોતાનો પહેલો સોલો પ્રોજેક્ટ કરનાર પહેલી મુસ્લિમ અમેરિકન સુપરહિરો હશે. તમે લોકો તેને ડિઝ્ની પ્લસ સીરિઝમાં મળી શકશો. ત્યારબાદ અમારી ફિલ્મ્સમાં તેને જોઈ શકશો. હું મિસ માર્વલને લઈ ઘણો જ ઉત્સાહી છું. આ પ્રોજેક્ટને લેખક બિશા કે. અલી બનાવશે. નવેમ્બરમાં ડિઝ્ની પ્લસ પ્લેટફોર્મ પર મિસ માર્વેલને લોન્ચ કરવામાં આવશે.’

કમલા ખાન પાસે કયા પાવર હશે?
કમલા ખાનને સના અમાનત તથા સ્ટીફન વેકરે ક્રિએટ કરી છે. ‘મિસ માર્વલ’ની વાર્તા પાકિસ્તાની અમેરિકન ટીનેજર કમલા ખાનની આસપાસ ફરશે. તે ન્યૂ જર્સીમાં રહે છે. પાવર એબિલિટીઝની વાત કરવામાં આવે તો ‘મિસ માર્વલ’ પાસે સ્ટ્રેચિંગ પાવર્સ છે, તે પોતાનો શેપ બદલી શકે છે. આ પ્રોજેક્ટ હજી બને છે અને હજી કોઈ પણ કલાકાર લેવામાં આવ્યા નથી.

X
Marvel's Kamala Khan, the first Muslim superhero, will launch in November
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી