બોક્સઓફિસ / ‘જોકર’ બિલિયન ડોલર ક્લબમાં સામેલ થશે, ટોપ ગ્રોસિંગ આર રેટેડ ફિલ્મ બની 

'Joker' to join billion dollar club, has done business of more than 7 thousand crores
'Joker' to join billion dollar club, has done business of more than 7 thousand crores

Divyabhaskar.com

Nov 16, 2019, 01:50 PM IST

હોલિવૂડ ડેસ્ક: ટોપ ગ્રોસિંગ આર રેટેડ ફિલ્મનો રેકોર્ડ પોતાના નામ પર કરનાર ‘જોકર’ ફિલ્મ ટૂંક સમયમાં બિલિયન ડોલર ક્લબમાં સામેલ થશે. ફિલ્મની અત્યારસુધીની વર્લ્ડવાઈડ કમાણી 998 મિલિયન ડોલર ( 71,49,17,30,000 રૂપિયા અંદાજે) છે અને હવે ફિલ્મ 1 બિલિયન ડોલરની કમાણી કરી લેશે. ‘જોકર’ પહેલાં ટોપ ગ્રોસિંગ આર રેટેડ ફિલ્મનો રેકોર્ડ 2018માં આવેલ ફિલ્મ ‘ડેડપૂલ 2’ના નામ પર હતો. ‘ડેડપૂલ 2’ની કમાણી 785 મિલિયન ડોલર હતી.

‘જોકર’ ફિલ્મે ડોમેસ્ટિક માર્કેટમાં 316.692 મિલિયન ડોલરની કમાણી કરી છે. આ ફિલ્મ છઠ્ઠી વોર્નર્સ ફિલ્મ છે જે બિલિયન ડોલર ક્લબમાં સામેલ થશે. ભારતમાં આ ફિલ્મ 50 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ડિરેક્ટર ટોડ ફિલિપ્સની વૉકીન ફિનિક્સ (Joaquin Phoenix) સ્ટારર ફિલ્મ જોકર ત્રીજી એવી નોન ડિઝની/ યુનિવર્સલ ફિલ્મ છે જેને આ માઈલસ્ટોન એક જ વર્ષમાં અચીવ કરી હોય. અગાઉ આ રેકોર્ડ વોર્નર બ્રોસની ‘એક્વામેન’ (2018/2019માં 1.048 બિલિયન ડોલરની કમાણી) અને સોનીના બેનર હેઠળ 2019માં આવેલ ફિલ્મ ‘સ્પાઈડર મેન: ફાર ફ્રોમ હોમ’ (1.031 બિલિયન ડોલરની કમાણી)ના નામ પર હતો.

‘જોકર’ ફિલ્મને હાલમાં જ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં અંદાજે 8 મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આટલું જ નહીં આ ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ બાદ આ વર્ષની બીજી સૌથી ચર્ચિત ફિલ્મ છે. આ ફિલ્મને ક્રિટિક્સે પણ વધાવી લીધી છે.

X
'Joker' to join billion dollar club, has done business of more than 7 thousand crores
'Joker' to join billion dollar club, has done business of more than 7 thousand crores
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી