રી- રિલીઝ / વૉકીન ફિનિક્સ સ્ટારર ‘જોકર’ ફિલ્મ ભારતમાં 14 ફેબ્રુઆરીના રોજ ફરીવાર રિલીઝ થશે

Joaquin Phoenix's Joker to re-release in India on February 14

Divyabhaskar.com

Jan 28, 2020, 04:14 PM IST

હોલિવૂડ ડેસ્ક: ગયા વર્ષે રિલીઝ થયેલ હોલિવૂડ ફિલ્મ ‘જોકર’ ભારતમાં 14 ફેબ્રુઆરીના રોજ ફરીવાર રિલીઝ થવાની છે. વૉકીન ફિનિક્સ સ્ટારર ‘જોકર’ ફિલ્મ ભારતમાં 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ હતી. વોર્નર બ્રધર્સ પિક્ચર્સની આ ફિલ્મ એટલી લોકપ્રિય થઇ કે તેને ફરીવાર રિલીઝ કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ, એક્ટર, ડિરેક્ટર સહિતના કુલ 11 ઓસ્કર નોમિનેશન મળ્યા છે અને ફિલ્મ ઓસ્કર અવોર્ડ્સ સેરેમનીના ચાર દિવસ બાદ 14 ફેબ્રુઆરીના રોજ ભારતીય દર્શકો માટે ફરી રિલીઝ થશે.

આ ફિલ્મ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, નોઈડા, ચેન્નાઇ, કોલકત્તા, પુણે, હૈદરાબાદ, જયપુર, અમદાવાદ જેવા શહેરોમાં ફરીવાર રિલીઝ થઇ રહી છે. ડિરેક્ટર ટોડ ફિલિપ્સની આ ફિલ્મને બે ગોલ્ડન ગ્લોબ અવોર્ડ્સ પણ મળ્યા છે જેમાં એક બેસ્ટ એક્ટર અને બીજો બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો અવોર્ડ હતો. ઉપરાંત આ ફિલ્મ અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનાર આર રેટેડ ફિલ્મ છે જેને વર્લ્ડવાઈડ 1 બિલિયન યુએસ ડોલરથી પણ વધુ કમાણી કરી છે.

X
Joaquin Phoenix's Joker to re-release in India on February 14
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી